'હવે છોકરાઓ માટે કાયદો બનાવો' પૂર્વ પત્નીના ત્રાસથી વીડિયો બનાવી યુવકે કર્યો આપઘાત

સુરતમાં એક યુવકે આપઘાત કરતા પહેલા જે વીડિયો બનાવ્યો તેની ચર્ચા થઈ રહી છે. મોત પહેલા બનાવેલા વીડિયોમાં યુવકે પોતાની આપવીતી વર્ણવી છે. 
 

 'હવે છોકરાઓ માટે કાયદો બનાવો' પૂર્વ પત્નીના ત્રાસથી વીડિયો બનાવી યુવકે કર્યો આપઘાત

સુરતઃ દર વખતે શું છોકરાઓએ જ જીવ આપીને સાબિત કરવાનું કે અમે સાચા છીએ.  સાહેબ હવે તો છોકરાઓ માટે કાયદો બનાવો. આ શબ્દો છે જયદીપ સાટોડિયાના છે. જેણે તાજેતરમાં જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે.. પરંતું આપઘાત પહેલા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. જયદીપે કેમ કર્યો આપઘાત... શું છે આપઘાત પાછળનું કારણ... અને જયદીપના અંતિમ શબ્દો શું હતા... તમે પણ જાણો...

જયદીપ સાટોડિયા નામના યુવકે વીડિયો બનાવી આપઘાત કર્યો હતો. જેણે તારીખ 4 મે 2025ના રોજ સુરતના મોટા વરાછામાં આવેલા ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જીવન અને મરણ વચ્ચે લટકેલા જયદીપને બચાવવા માટે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ  ટુંકી સારવાર દરમિયાન જયદીપનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો... પરંતું આ ઘટના અકસ્માતે મોતની નહોતી. મૃતક જયદીપ પાસેથી પોલીસે મોબાઈલ જપ્ત કર્યો જેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. 

મૃતક જયદીપ સાટોડિયા સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો અને ઓનલાઈન ધંધો કરતો હતો. જયદીપે મૂળ નર્મદાની વતની શીતલ રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.. બંનેના લગ્નજીવનમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થતા પ્રેમ સંબંધમાં તિરાડ પડી. શીતલ અને જયદીપ વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી બંનેએ છૂટા થવાનું નક્કી કર્યુ.. અને છુટાછેડા પણ કર્યા.. છતાં પણ પૂર્વ પત્ની સાથે સંબંધો રહેતા શીતલના પ્રેમી મોહસીન ઉર્ફે ટાઈગરે જયદીપને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો... જેનાથી કંટાળીને જયદીપે આખરે મોતને વ્હાલું કર્યું...

મૃતક જયદીપ સાટોડિયા પાસેથી પોલીસે મોબાઈલ અને સ્યુસાઈડ નોટ કબજે કર્યા.. જેમાં તેણે પૂર્વ પત્ની શીતલ રાઠવા, તેના પ્રેમ મોહસીન ઉર્ફે ટાઈગરના નામ લખ્યા હતા.. જેને ધ્યાને લઈને નવમી મેના રોજ ઉત્રાણ પોલીસે મુખ્ય આરોપી તરીકે શીતલ, ટાઈગર અને અન્ય 10 આરોપીઓ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો.. જેમાં શીતલ અને ટાઈગરની નવસારીના એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી.. અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news