પ્રેમિકાને મળવા પાકિસ્તાન જઇ રહેલો યુવક આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી ઝડપાયો

BSF દ્વારા ધોળાવીરા વિસ્તારમાંથી પગપાળા પાકિસ્તાનમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે. આ વ્યક્તિ પગપાળા પાકિસ્તાનમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 

Updated By: Jul 17, 2020, 05:56 PM IST
પ્રેમિકાને મળવા પાકિસ્તાન જઇ રહેલો યુવક આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી ઝડપાયો

ભુજ : BSF દ્વારા ધોળાવીરા વિસ્તારમાંથી પગપાળા પાકિસ્તાનમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે. આ વ્યક્તિ પગપાળા પાકિસ્તાનમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 

ઉના: ભાચામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રહેતા ભાંડો ફુટ્યો

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અગાઉથી જ મળી ચુકેલી બાતમીના આધારે ધોળાવીરા નજીકથી તેને ઝડપી લેવામાં આવતો હતો. જો કે તે પાકિસ્તાન પોતાના પ્રેમને પામવાના ઇરાદાથી જતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફેસબુક દ્વારા એક પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેની પાસે જવા માટે તે બોર્ડર ક્રોસ કરીને જવા માંગતો હતો. 

અમદાવાદ: સોલા સિવિલની ગંભીર બેદરકારી, પ્રસુતાએ પોતાનું બાળક બદલાયાનો દાવો કર્યો

હાલ તો બીએસએફ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી છે. તેની પાસેથી કોઇ ગુપ્ત માહિતી માંગવામાં આવી હતી કે કેમ અથવા તો તે હની ટ્રેપમાં તો તે નથી ફસાયોને તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્ર પોલીસ પણ તેનો કબ્જો માંગ્યો છે. જેથી બીએસએફ પુછપરછ બાદ તેને મહારાષ્ટ્ર પોલીસને સોંપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર