)
Gujarat Politics : ગુજરાત હાઇકોર્ટે સુનાવણી બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી છે. કોર્ટએ સ્પષ્ટ શરત મૂકી છે કે વસાવા નર્મદા નહીં જઈ શકે અને મીડિયાને કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી નહી શકે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 43 દિવસથી જેલમાં છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરી માં ATVT ની બેઠકમાં ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીની ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થઈ હતી. 5 જુલાઈના રોજ તેમને ધરપકડ કરવામાં આવી હતી. તેઓને જેલમાં બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવી રહ્યું છે. તેથી તેમણે ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન માંગ્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ આર.વી.વોરા અને કિશોર જે તડવીએ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટેની મંજૂરી મંગાવાની અરજી કરતા નામદાર કોર્ટે શરતી વચગાળાના ત્રણ દિવસના જામીન મંજુર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે સત્રમાં હાજરી આપવા માટે તેમના ત્રણ દિવસના વચગાળના જામીન મંજૂ કર્યા છે. કોર્ટે તેમને 8 થી 10 સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે. આ બાદ તેઓે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. આમ, હવે ડેડિયાપાડાના ધારાસભ્ય વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે.
નર્મદાની કોર્ટે ચૈતર વસાવાને ત્રણ દિવસના શરતોને આધીન વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ ચૈતર વસાવાએ આ શરતોમાં ફેરફાર કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ જાપ્તા ખર્ચ પોતે ઉઠાવો તેવી શરત હતી. જેથી સેશન જજના ઓર્ડરમાં મોડિફીકેશન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમણે પોલીસ જાપ્તામાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી હતી.
હાઈકોર્ટે પોલીસ જાપ્તામાંથી વસાવાને મુક્તિ આપી છે. પરંતું સાથે જ હાઈકોર્ટે એ પણ શરત મૂકી છે કે, ચૈતર વસાવા નર્મદા જઈ શકશે નહીં અને મીડિયાને સ્ટેટમેન્ટ આપી શકશે નહીં.
સેશન જજ દ્વારા જામીન આપતી વખતે PSI, ASI, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલના જાપ્તા સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ જાપ્તાનો એક દિવસનો ખર્ચ 45 હજાર અને ત્રણ દિવસનો કુલ ખર્ચ 1.36 લાખ રૂપિયા થતો હતો. સુનવણી દરમિયાન ચૈતર વસાવાના વકીલે દલીલમાં જણાવ્યું કે ત્રણ દિવસના પોલીસ જાપ્તાનો ખર્ચ લગભગ 3 લાખ રૂપિયા થાય છે. વસાવા કોર્ટના આદેશ મુજબ સરેન્ડર કરવા તૈયાર છે.