)
અમદાવાદઃ આમ આદમી પાર્ટીથી નારાજ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે આપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ઉમેશ મકવાણાએ કહ્યુ કે ધારાસભ્ય પદેથી રાજીનામાનો નિર્ણય બોટાદની જનતાને પૂછીને લેવાનો છે. હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યુ કે પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.
ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ભૂકંપ આવ્યો છે. આજે સવારે પત્રકાર પરિષદ યોજી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. કેટલાક મુદ્દે ઉમેશ મકવાણાએ નારાજગી જાહેર કરી હતી. હવે આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
उमेश मकवाना को पार्टी विरोधी एवं गुजरात विरोधी गतिविधियों के लिए पाँच साल के लिए पार्टी से सस्पेंड किया जाता है।
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 26, 2025
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણા પર કહ્યુ કે પાર્ટીએ તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી વિરુદ્ધ અને ગુજરાતની જનતા વિરુદ્ધ કામગીરી કરવા બદલ આમ આદમી પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા એક્સ પર ઈસુદાન ગઢવીએ આ જાહેરાત કરી છે.
બોટાદના ધારાસભ્યની પત્રકાર પરિષદ
ગાંધીનગરમાં પોતાની પત્રકાર પરિષદ દરમિયાન ઉમેશ મકવાણાએ કહ્યુ કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને રહીશ. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે કહ્યુ કે બોટાદની જનતાને પૂછીને નિર્ણય કરીશ. હાલ આમ આદમી પાર્ટીએ મને જે જવાબદારી સોંપી હતી, તે તમામ હોદ્દા પરથી હું રાજીનામું આપું છું.
પાર્ટી વિરોધી કામ કરવા બદલે AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા સસ્પેન્ડ, હાઇ કમાન્ડમાંથી આવ્યા આદેશ#isudangadhvi #umeshmakwana #AapGujarat #AAP #suspended #ZEE24KALAK pic.twitter.com/Kleh9x1bhP
— Zee 24 Kalak (@Zee24Kalak) June 26, 2025
શું બોલ્યા ઉમેશ મકવાણા
ઉમેશ મકવાણાએ કહ્યુ કે ગુજરાતમાં અને ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાના લોકો વધતા જાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ અથવા બીજી અન્ય રાજકીય પાર્ટી. તેમણે કહ્યુ કે 2020માં હું ભાજપના કાર્યકર તરીકે કામ કરતો હતો. ભાજપ છોડી આપમાં જોડાયો હતો. આમ આદમી પાર્ટીમાં અલગ-અલગ પદ પર સેવા કરી અને 2022મા બોટાદથી ચૂંટણી જીત્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા મને વિધાનસભાનો દંડક બના વવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની પણ જવાબદારી સોંપવામાં આવી હતી.