ગુજરાત જમીન વિકાસ નિગમમાં એસીબીનું મહાઓપરેશન પૂર્ણ, 56 લાખની રોકડ જપ્ત

રાજ્યના જમીન વિકાસ નિગમમાં ACBનું મેગા સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે. ACBના અધિકારીઓની ટીમ કેસી પરમાર સહિતના અધિકારીઓને અમદાવાદ ACBની ઓફિસ ખાતે લઈ ગઈ છે. સતત 14 કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ ઓપરેશનમાં 56 લાખ રોકડ અને કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે-સાથે જ તમામ મુદ્દામાલને સીઝ કરી લેવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ACBએ જમીન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર કનુ દેત્રોજા અને જોઈન્ટ ડિરેક્ટર કેસી પરમાર સહિત કુલ 5 અધિકારીની અટકાયકત કરીને તપાસ હાથ ધરી હતી. 

Updated By: Apr 13, 2018, 12:16 PM IST
ગુજરાત જમીન વિકાસ નિગમમાં એસીબીનું મહાઓપરેશન પૂર્ણ, 56 લાખની રોકડ જપ્ત

ગાંધીનગર: રાજ્યના જમીન વિકાસ નિગમમાં ACBનું મેગા સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે. ACBના અધિકારીઓની ટીમ કેસી પરમાર સહિતના અધિકારીઓને અમદાવાદ ACBની ઓફિસ ખાતે લઈ ગઈ છે. સતત 14 કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ ઓપરેશનમાં 56 લાખ રોકડ અને કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે-સાથે જ તમામ મુદ્દામાલને સીઝ કરી લેવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ACBએ જમીન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર કનુ દેત્રોજા અને જોઈન્ટ ડિરેક્ટર કેસી પરમાર સહિત કુલ 5 અધિકારીની અટકાયકત કરીને તપાસ હાથ ધરી હતી. 

ACBની કાર્યવાહી આખી રાત સુધી ચાલી હતી. જેમાં કે.સી.પરમાર સહિત પાંચેય અધિકારીઓની એ.સી.બી.ના અધિકારીઓ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. જેમાંથી પૂછપરછ બાદ એક અધિકારીને છોડી મુકવામાં આવ્યો છે. જેમાં તેનું નિવેદન અને તેની પાસેથી મળેલી રોકડ રકમ તેમજ અન્ય ચીજ વસ્તુઓનુ એસીબીએ પંચનામું કર્યુ છે. 

મહત્વનું છે ACBના દરોડા દરમિયાન કેસી પરમારના ટેબલના ડ્રોવરમાંથી 40 લાખ રોકડા અને અન્ય અધિકારીઓ પાસેથી અંદાજે 16 લાખ રોકડા સહિત 56 લાખથી પણ વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.વધુ તપાસ માટે ACBએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓની ડાયરી, કોમ્પ્યૂટર સહિતની વસ્તુઓ કબજે કરી છે.

ગુજરાતમાં એસીબીની ઐતિહાસિક રેડ, સરકારી અધિકારીઓ સકંજામાં 

લેવાતું હતું 20થી 30 ટકા કમિશન
ACBના ડાયરેક્ટર કેશવકુમારને વ્યક્તિગત રીતે ઘણા સમય પહેલા એવી માહિતી મળી હતી કે જમીન વિકાસ નિગમની ઓફિસમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે આ માહિતીના આધારે જ ACBએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે સમગ્ર કૌભાંડની વાત કરીએ તો જમીન વિકાસ નિગમના અધિકારીઓ તળાવ માટેની ગ્રાંટ પાસ કરાવવા વાંચ્છુકો પાસેથી 20થી 30 ટકા કમિશન લેતા હતા. આ આખો ભ્રષ્ટાચાર મોટા પાયે ચાલતો હોવાની આશંકા છે. જમીન વિકાસ નિગમના એમડીથી લઈ તેમની નીચે કામ કરતા ક્લાસ વન અધિકારી ઉપરાંત અન્ય કર્મચારીઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાની શક્યતા છે.

ACBના આ ઓપરેશનમાં સૌથી મોટી માહિતી બહાર આવી
ACBના આ ઓપરેશનમાં સૌથી મોટી માહિતી એ બહાર આવી છે કે છેલ્લા ઘણા વર્ષોથી પૈસા લઈ રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં છેલા ઘણા વર્ષોથી પૈસા લઈ રહ્યા હતા. એસીબી દ્વારા કે એસ દેત્રોજા અને કે સી ની ડાયરીની પણ તપાસ થશે પુરાવા માટે જમીન વિકાસ નિગમના તમામ સી સી ટી વી ફુટેજ એસીબીએ કબજે લીધા છે. જમીન વિકાસ નિગમની કચેરીમાંથી 30 હજારની કિમતની સોનાની લગડી મળી આવી છે. 

લેડી ઓફિસરે કરી આગેવાની
ACBના આ મહાઓપરેશનની આગેવાની કરી લેડી ઓફિસર અને ACBમાં આસિસ્ટંટ ડિરેક્ટર રૂપલ સોલંકી ઉપરાંત અન્ય જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ દરોડાની કાર્યવાહીમાં સામેલ કરાયા હતા. આ દરોડા માટે ની જવબદારી મહિલા અધિકારી રૂપલ સોલંકીને આપવામાં  આવી હતી અને આ દરોડા માં 5 ડીવાયએસપી કક્ષાના અધિકારી અને 12 પીઆઇ જોડાયા હતા. આ દરોડામાં બહારના જિલ્લાના અધિકારીને ખાસ બોલવામાં આવ્યા હતા. અમદાવાદ અને ગાંધીનગર રેડ માટે કેશવ કુમારને વ્યક્તિગત લાંચની માહિતી મળી હતી. જમીન સંપાદનના પૈસામાંથી કટકીના પૈસા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં છેલા ઘણા વર્ષોથી પૈસા લઈ રહ્યા હતા. એસીબી દ્વારા કે એસ દેત્રોજા અને કે સી ની ડાયરીની પણ તપાસ થશે પુરાવા માટે જમીન વિકાસ નિગમના તમામ સી સી ટી વી ફુટેજ એસીબીએ કબજે લીધા છે. જમીન વિકાસ નિગમની કચેરીમાંથી 30 હજારની કિમતની સોનાની લગડી મળી આવી છે. 

થયો મોટો ઘટસ્ફોટ
મહત્વનો ઘટસ્ફોટ એ છે કે એસીબીએ ટ્રેપ કરી તે પહેલા એક વ્યક્તિ ખૂબ જ મોટું રોકડનું કલેક્શન લઈને નીકળી ગયો હતો. તો આ વ્યક્તિ કોણ છે? કેટલી રોકડ રકમ લઇને રવાના થયો તેની તપાસ એસીબી કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે આ કલેક્શન માત્ર એક જ દિવસનું હતું.