પોરબંદરઃ હર્ષદ મિયાણી રોડ પર અકસ્માત, પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત

Updated By: Oct 24, 2018, 05:13 PM IST
 પોરબંદરઃ હર્ષદ મિયાણી રોડ પર અકસ્માત, પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત

પોરબંદરઃ પોરબંદર અને હર્ષદ મિયાણી રોડ પર કાંટેલા ગામ નજીક બોલેરો અને અલ્ટોકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા પિતા-પુત્રનું મોત થયું છે. જૂનાગઢના મતિયાણા ગામના લખમણભાઇ હમીરભાઇ જાધવ અને તેમના પુત્ર રાજુભાઈ જાધવનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેમજ બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાદ માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર-દ્વારકા હાઈવે પર હાલમાં કામ ચાલી રહ્યું છે. જેથી રસ્તો ખરાબ થઈ ગયો છે. જે બોલરે કાર સાથે અકસ્માત થયો તે કાર રોડનું કામ કરતી કંપનીની હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અલ્ટોકારના ભુક્કા બોલી ગયા હતા. જેથી પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત થયા હતા અને બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.