દહેગામ નજીક આઇસર-એક્ટિવા વચ્ચે અકસ્માત, 2 યુવાનના ઘટના સ્થળે જ નિપજ્યાં મોત

જિલ્લાના દહેગામના પાલૈયા બાયલ રોડ પર આઇસર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માત આઇસર નીચે આવી જતા બે યુવકોનાં ઘટના સ્થલે જ મોત નિપજ્યા હતા. બનાવ અંગે જાણ થતા લોકો એકત્ર થયા હતા. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકોની ઉંમર 20 વર્ષની આસપાસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતકોમાં એક યુવક દહેગામનો જ્યારે બીજો યુવક પાલજનો હોવાનું સામે આવી રહ્યું છે. 
દહેગામ નજીક આઇસર-એક્ટિવા વચ્ચે અકસ્માત, 2 યુવાનના ઘટના સ્થળે જ નિપજ્યાં મોત

ગાંધીનગર : જિલ્લાના દહેગામના પાલૈયા બાયલ રોડ પર આઇસર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માત આઇસર નીચે આવી જતા બે યુવકોનાં ઘટના સ્થલે જ મોત નિપજ્યા હતા. બનાવ અંગે જાણ થતા લોકો એકત્ર થયા હતા. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકોની ઉંમર 20 વર્ષની આસપાસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતકોમાં એક યુવક દહેગામનો જ્યારે બીજો યુવક પાલજનો હોવાનું સામે આવી રહ્યું છે. 

દહેગામ પોલીસ મથકના સુત્રો અનુસાર દહેગામના સૈયદઅલી તેમજ પાલજ જયેશ અરવિંદભાઇ શર્મા એક્ટિવા લઇને જઇ રહ્યો હતો. જ્યારે અરવિંદ શર્મા આજે એક્ટિવા લઇને કામ માટે પાલૈયા રોડ તરફ પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાયડ ત્રણ રસ્તા પાસે સામેથી પુર ઝડપે આવી રહેલી આઇસરે એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંન્ને યુવકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આઇસર એટલી સ્પીડથી હતી કે બંન્ને યુવકો ગાડીના ટાયર નીચે આવી ગયા હતા. 

દહેગામ પોલીસના અનુસાર દહેગામના સાહિલ સૈયદઅલી અને પાલજનો જયેશ શર્મા એક્ટિવા પર પાલૈયા રોડ પર જઇ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો કડુસલો થઇ ગયો હતો. યુવાનોના મોતના પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસે ઘટના અંગે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ આદર્યો છે. બંન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. વધારે તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news