Ahmedabad News : લોક અદાલતમાં અનેક ચુકાદાના નિકાલ થતા હોય છે. ત્યારે અમદાવાદમાં દર 15 દિવસે યોજાતા લોક અદાલતમાં અકસ્માત ક્લેઈમના કેસમાં સેટલમેન્ટ થયું છે. જેમાં ઈન્સ્યોરન્સ કંપની અરજદારને 1.70 કરોડ રૂપિયાની રકમ ચૂકવવા માટે સહમત થઈ છે. આમ, એક જ વર્ષના ગાળામાં કેસ પોઝિટિવ રીતે સોલ્વ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, 44 વર્ષની મહિલાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. તેઓ ફાઈનાન્શિયલ કન્સલટન્ટ તરીકે કાર્ય કરતા હતા અને દર મહિને 1.26 લાખની આવક મેળવતા હતા. અકસ્માત પહેલા તેમના ઈન્કમ ટેક્સ રિટર્ન મુજબ આવક 15 લાખ રૂપિયા થતી હતી. જેથી મહિલાના પુત્ર અને તેની માતા દ્વારા એડવોકેટ મનુભાઈ.સી.મોદી મારફતે વર્ષ 2023માં મોટર અકસ્માત ક્લેમ ટ્રીબ્યુનલ અમદાવાદ ખાતે 2.85 કરોડનો દાવો કરાયો હતો. 


આ કેસમાં આખરે લોક અદાલતમાં સમાધાન થયું હતું. દાવા માટે રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ કંપની અને અરજદાર વચ્ચે સેટમેન્ટ થયું હતું. જેના બાદ કંપની અરજદારને 1.70 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર થઈ છે.  


ઉલ્લેખનીય છે કે, મોટર વાહન અકસ્માત વળતર કેસમાં મૃતકનાં વારસદારોને રૂપિયા 2.85 કરોડ રૂપિયા ચુકવવાનો અને ક્લેઈમ દાખલ કરાયો હતો, તારીખથી 12 ટકા વ્યાજ સાથે રકમ ચુકવી દેવાની કેસમાં વાત થઈ હતી, જેનું આખરે સમજાવટ બાદ સમાધાન આવ્યું છે.