પાલનપુર : અંબાજી જવા માટે દાંતાના પહાડી માર્ગને ફોર લેન કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં કામ ઝડપથી આગળ વધે તેવી સ્થિતીમાં વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો છે. વાહન વ્યવહાર બંધ હોવા છતા પણ લોકો અહીંથી પસાર થાય છે. ગઇ કાલે જ આવી રીતે ઘુસી ગયેલી એક ગાડી પલટી ગઇ હતી. તેમાં પાંચ લોકો બેઠેલા હતા. જો કે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો. લોકો જીવના જોખમે ત્રિશુળીયા ઘાટ પરથી પસાર થઇને ન માત્ર જાહેરનામાનો ભંગ કરે છે પરંતુ પોતાના જીવને પણ જોખમમાં મુકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Banaskantha : પોલીસે બરાબર વારો પાડ્યો ધમાલિયાઓનો, લીધું મોટું પગલું
અંબાજી જતા લોકોને ફાળવાયો છે વૈકલ્પિક રૂટ
1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દાંતાથી અંબાજી રૂટ બંધ કરી દેવાયો છે અને તમામ વાહન વ્યવહારને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. પાલનપુરથી અંબાજી જતા લોકોને ચિત્રાસણી-બાલારામ-વિરમપુર થઇને અંબાજી જવા માટે રૂટ ફાળવવામાં આવ્યો છે. જ્યારે દાંતાથી આવતા લોકોને સનાલી હડાદ માર્ગેથી અંબાજી જઇ શકાશે. અમદાવાદ અંબાજી રૂટને હિંમતનગર, ખેડબ્રહ્મા થઇને જવા અપીલ કરવામાં આવી છે.


આવી ગયા છે મહત્વના સમાચાર, રાજકોટવાસીઓ વાંચીને થથરી જશે
બ્લાસ્ટીંગની કામગીરી ચાલતી હોઇ જાનહાની ટાળવા માર્ગ બંધ કરાયો
યાત્રાધામ અંબાજી 51 શક્તિપીઠો પૈકીનું એક પીઠ છે. અહીં માતાજીનું હૃદય પડ્યું હોવાનું માનવામાં આવે છે. ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાંથી ભક્તો અહીં આવતા હોય છે. ભારે ટ્રાફીકને ધ્યાને રાખીને અંબાજી જવા માટેનો મુખ્યમાર્ગ ત્રિશુળીયા ઘાટને 4 લેન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે ઘાટને પહોળો કરવા માટે પહાડ તોડવાની કામગીરી ચાલી રહી છે. જો કે શ્રદ્ધાળુઓને ધ્યાને રાખીને આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube