સુરત : બાથરૂમમાં જવાનું કહીને આરોપીએ તીક્ષ્ણ હથિયારથી પોતાને ઈજા પહોંચાડી
:સુરત ના વરાછા પોલીસ મથકમાં આરોપીએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. બાથરૂમ જવાનું કહી આરોપીએ ગળાના ભાગે કોઈક કારણોસર તીક્ષ્ણ સાધન વડે ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યાં બાદમાં આરોપીને તાત્કાલિક સારવાર અર્થે પોલીસ સ્મીમેર હોસ્પિટલ લઈ આવી હતી. હાલ આરોપીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસ મથકમાં આરોપીના આપઘાતનો પ્રયાસ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
ચેતન પટેલ/સુરત ::સુરત ના વરાછા પોલીસ મથકમાં આરોપીએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. બાથરૂમ જવાનું કહી આરોપીએ ગળાના ભાગે કોઈક કારણોસર તીક્ષ્ણ સાધન વડે ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યાં બાદમાં આરોપીને તાત્કાલિક સારવાર અર્થે પોલીસ સ્મીમેર હોસ્પિટલ લઈ આવી હતી. હાલ આરોપીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસ મથકમાં આરોપીના આપઘાતનો પ્રયાસ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
રોમાંચક બની રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારની કરી જાહેરાત
વરાછા પોલીસ દ્વારા સીઆરપીસીની કલમ 151 હેઠળ ઉમેશ બચ્ચન યાદવ નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ યુવકની પૂછપરછ કરી રહી હતી, જે દરમ્યાન તેણે બાથરૂમ જવાનું કહેતા પોલીસ કર્મચારી તેને બાથરૂમમાં લઈ ગયો હતો. જોકે સમય વીત્યા છતાં તે બહાર આવ્યો નહોતો. જેથી પોલીસ કર્મચારીએ તપાસ કરતા યુવક બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈ સમગ્ર પોલીસ મથકમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં ઉમેશ યાદવને તાત્કાલિક વરાછા પોલીસ સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ લઈ આવી હતી.
છીછીછી..... ટોયલેટમાં ધોવાયું ફ્રેન્ચ ફ્રાઈઝનું ફ્રાયર, ગુજરાતનો છે આ વીડિયો
ઘટનાની જાણકારી મળતા વરાછા પોલીસ મથકના પીઆઈ, એસીપી તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ સ્મીમેર હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ યુવકને તાત્કાલિક ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપી સર્જરી કરવામાં આવી હતી .જ્યાં યુવકની હાલત હાલ તો સુધારા પર હોવાનું જાણવા મળે છે. યુવકે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. જે અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે તેવું એસીપી સી.કે પટેલે જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...