આટકોટમાં દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, સ્વબચાવમાં પોલીસે કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

Rape Case in Rajkot:  રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીનું પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીએ ભાગવાનો અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. 

આટકોટમાં દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, સ્વબચાવમાં પોલીસે કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

Rape Case in Rajkot:  રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીનું પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીએ ભાગવાનો અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઇજા થઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો. હાલ KDP હોસ્પિટલ ખાતે આરોપી અને પોલીસ કર્મચારી સારવાર હેઠળ છે. 

આટકોટ પોલીસે આરોપી રામસિંગ તેરસિંહ ડડવેજરને કોર્ટમાં રજૂ કરી તારીખ 15 ડિસેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારબાદ પુરાવા એકત્રિત કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોપીએ ગુનાના કામે ઉપયોગ કરેલ લોખંડનો સળીયો ગુનો આચારી પોતાના ખેતરમાં ફેંકી દીધેલ હોય તેવી હકીકત જણાવતા આરોપીને સરકારી પંચો સાથે આરોપી વાડીએ કાનપુર ગામની સીમમાં લઈ જઈ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Add Zee News as a Preferred Source

ત્યારબાદ આરોપી પોતાનું રહેઠાણ નજીક હોય જેથી ત્યાં લઈ જતા હતા તે દરમિયાન આરોપીએ લોખંડનું ધાર્યું લઇ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં એલસીબીના કર્મચારી ધર્મેશભાઈ બાવળીયાના હાથના ભાગે ઈજા થયેલ અને આરોપી તેના હાથમાં રહેલ તીક્ષ્ણ હથિયાર વડે કોઈ ગંભીર બનાવને અંજામ ન આપે તે માટે તેમજ અંધારાનો લાભ લઇ નાસી ન જાય તેવા માટે સમય સૂચકતા દાખવી પોલીસ અધિકારીએ બે રાઉન્ડ ફાયર કર્યાં હતા.

પોલીસ ફાયરિંગમાં આરોપીના બન્ને પગે ઇજા થઈ હતી. જ્યારબાદ આરોપી અને પોલીસ કર્મચારીને તાત્કાલિક KDP હોસ્પિટલ આટકોટ ખાતે સારવારમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ છે. ભાગવાનો પ્રયાસ કરતા સ્વ બચાવ માટે પોલીસને ફાયરિંગ કર્યું હતું.

નોંધનીય છે કે, રાજકોટમાં એક 6 વર્ષની માસૂમ બાળકી પર ક્રૂરતા આચરવામાં આવી હતી. આરોપીએ માત્ર તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ જ નહોતો કર્યો પરંતુ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો પણ ઘુસાડ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી 30 વર્ષીય રામ સિંહની નજીકના ખેતરમાંથી ધરપકડ કરી હતી. રામ સિંહ આ વિસ્તારમાં ખેડૂત તરીકે પણ કામ કરતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news