Video : રાજકોટમાં થયો એસિડ એટેક, સીસીટીવી વાઇરલ

બી ડિવીઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે

Video : રાજકોટમાં થયો એસિડ એટેક, સીસીટીવી વાઇરલ

રાજકોટ : શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને લાતી પ્લોટમાં ઇમિટેશનનું કારખાનુ ધરાવતા પટેલ યુવાન ધર્મેશ સંઘાણી પર ગઇકાલે રાત્રે એસિડ એટેક થવાની હિચકારી ઘટના બની હતી. આ એસિડ એટેકના સીસીટીવી ફુટેજ પણ જોવા મળ્યા છે. એસિડ એટેકની ઘટના કારખાનાના સીસીટીવીમાં કેદ થઇ છે. આ યુવાનના કારખાના બહાર અજાણ્યા શખ્સે એસિડ ફેંકી હુમલો કર્યો હતો

આ એસિડ ઉડતા ધર્મેશ મોઢા, ડાબા હાથે, ખભા પર, ડાબા કાંડા પર, બંને પગ-સાથળના ભાગે દાઝી ગયો હતો. બનાવની જાણ કારખાનામાં કામ કરતા લોકોને કરતા પાણી છાંટ્યું હતું અને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવમાં બી ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ ઘટનાની વિગતો જોઈએ તો રણછોડનગર-4માં જીવન કોમર્શિયલ બેંકની સામે બીરજુ મકાનમાં રહેતો અને લાતી પ્લોટમાં રોયલ પોલીટેક નામનું ઇમિટેશનનું કારખાનું ધરાવતો પટેલ યુવક ધર્મેશ લલિતભાઇ સંઘાણી ગઇકાલે રાત્રે કારખાના નજીક કારમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે બુકાનીધારી અજાણ્યા શખ્સે એસિડ ફેંક્યું હતું. બી ડિવીઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news