ફરી વિવાદમાં આવી અભિનેત્રી પાયલ રોહતગી, સોસાયટીના સભ્યોને આપી ધમકી

Updated By: Jun 25, 2021, 10:07 AM IST
ફરી વિવાદમાં આવી અભિનેત્રી પાયલ રોહતગી, સોસાયટીના સભ્યોને આપી ધમકી
  • એક્ટ્રેસ પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું
  • એક્ટ્રેસ પાયલ રોહતગી પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે

ઉદય રંજન/અમદાવાદ :ફરી એકવાર એક્ટ્રેસ પાયલ રોહતગી વિવાદમાં આવી છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi) સામે ફરિયાદ નોંધાઈ છે. સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામના તબીબે એક્ટ્રેસ સામે ફરિયાદ નોંધાવી છે. 

એક્ટ્રસે સોસાયટીના સભ્યોને ધમકાવ્યા 
એક્ટ્રેસ પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું છે. સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ મેસેજ લખ્યા હતા. તેમજ ગાળોનો પણ ઉપયોગ કર્યો છે. સોસાયટીના કોમન પ્લોટમાં રમવા બાબતે એક્ટ્રેસે ટાંટિયા ભાંગી નાખવાનું કહ્યુ છે. સાથે જ ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી આપી છે. તેથી સોસાયટીના સભ્ય દ્વારા પાયલ રોહતગી સામે ફરિયાદ કરવામાં આવી છે. 

આ પણ વાંચો : હાલ કોરોનાની ત્રીજી લહેર નહિ આવે, જાણો કોણે અને કેમ આપ્યું આ નિવેદન 

વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામા રહે છે એક્ટ્રેસ 
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ પાયલ રોહતગી પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા પણ અભિનેત્રી વિવાદમાં આવી ચૂકી છે. બે વર્ષ પહેલા અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં નહેરુ પરિવાર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. જે અંગે રાજસ્થાનના બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને રાજસ્થાન પોલીસ દ્વારા પાયલ રોહતગીની ધરપકડ કરાઈ હતી.