ગાંધીનગર : ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે સૌથી મોટા સમાચાર છે. 25 જુનથી RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ આ માટે અરજી કરી શકે છે. આ માટે rte.orpgujarat.com પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે વટાવી તમામ હદ, યુવતી તેના મંગેતર સાથે કર્યું ગંદુ કામ


5 જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના રહેતા જરૂરી દસ્તાવેજોની માહિતી પણ વેબપોર્ટલ પર દર્શાવવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે જિલ્લા સ્તરે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન આવેલી અરજીઓ જિલ્લા શિક્ષણાધિકારી સ્તરેથી એપૃવ કરાશે. જે અરજી રિજેક્ટ થશે તેનું કારણ અચૂક જાહેર કરવાનું રહેશે.


GUJARAT CORONA UPDATE: નવા 228 કેસ, 874 રિકવર, 5 નાગરિકોના મોત


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિક્ષણનું સંપુર્ણ માળખુ ખોરંભે ચડેલું છે. શાળાઓ પણ નથી ચાલી રહી. આ ઉપરાંત એડ્મિશન સહિતની કામગીરી પણ ખોરંભાયેલી છે. આ વર્ષે ધોરણ 1થી12નાં વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube