મોટા ખુશખબર! મુંબઈ-અમદાવાદ બાદ હવે આ રૂટ પર સળસળાટ દોડશે બુલેટ ટ્રેન, જાણો કયા શહેરોને જોડશે?
Mumbai-Ahmedabad Bullet Train: હાઈ સ્પીડ રેલ લાઈન કોર્પોરેશન તરફથી ડેવલોપ કરવામાં આવી રહેલી હાઈ સ્પીડ રેલ લાઈનમાં જાપાનની શિંકાનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ રેલ મંત્રાલય અને ભારત સરકારની પૂર્ણ સ્વામિત્વવાળી કંપની છે. તેમાં કોલિંગ સ્ટોક, સિગ્નલિંગ અને ડિઝાઈન સ્ટેન્ડર્ડનો સમાવેશ થાય છે.
Trending Photos
Mumbai-Ahmedabad Bullet Train: મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. સરકારની કોશિશ છે કે દેશની પહેલી બુલેટ ટ્રેનને 2026 સુધીમાં શરૂ કરી દેવામાં આવે. તેના સિવાય ભારતીય રેલ્વેએ ઘણા મહત્વપૂર્ણ ઇન્ટરસિટી કોરિડોરમાં બુલેટ ટ્રેન નેટવર્કને વિસ્તૃત કરવાની પોતાની યોજનાનું અનાવરણ કર્યું. આ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ થયા બાદ ઓછા સમયમાં વધુ મુસાફરી કરી શકાશે.
ડીપીઆર તૈયાર કરવા માટે શું કહ્યું?
રેલ મંત્રાલય અનુસાર મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પુરો થયા બાદ બીજા પણ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેન નેટવર્કનો વિસ્તાર કરવાનો પ્લાન છે. રેલવે મિનિસ્ટ્રી તરફથી કહેવામાં આવ્યું છે કે અમે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને બુલેટ ટ્રેન કોરિડોર માટે બીજા રૂટની ડીપીઆર તૈયાર કરવાનું કહ્યું છે. આ કોરિડોરમાં દિલ્હી વારાણસી, દિલ્હી અમદાવાદ, દિલ્હી અમૃતસર અને મુંબઈ નાગપુરનો સમાવેશ થાય છે. આ પ્રકારે મુંબઈ અમદાવાદ સહિત દેશના કુલ પાંચ રૂટ પર ટ્રેન ચલાવવાની તૈયારી છે.
મુંબઈ અમદાવાદ HSR પર ઝડપથી ચાલી રહ્યું છે કામ
મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે મુંબઈ અમદાવાદ HSR પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ કોરિડોર મારફતે મુંબઈને ગુજરાતને ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ સાથે જોડવામાં આવશે. MAHSR ભારતની પહેલી હાઈ સ્પીડ રેલ લાઈન હશે, જેની સૌથી વધુ સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. હાઈ સ્પીડ રેલ લાઈન કોર્પોરેશન તરફથી ડેપલોપ કરવામાં આવી રહેલી હાઈ સ્પીડ રેલ લાઈનમાં જાપાનની શિંકાનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ રેલ મંત્રાલય અને ભારત સરકારની પૂર્ણ સ્વામિત્વવાળી કંપની છે. તેમાં રોલિંગ સ્ટોક, સિગ્નલિંગ અને ડિઝાઈન સ્ટેન્ડર્ડનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટ પુરો થયા બાદ બુલેટ ટ્રેન દેશમાં ઝડપી અને કુશલ યાત્રાનો નવો યુગ શરૂ કરશે. MAHSR મુંબઈ, ઠાણે, વિરાર , બોઈસર, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ જેવા મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય શહેરોને જોડશે. જે આ રૂટ પર લગભગ 508 કિલોમીટરનું અંતર કાપશે. તાજા અહેવાલ અનુસાર 336 કિમી પિયર ફાઉન્ડેશન પુરો થઈ ચૂક્યો છે. તેના સિવાય 331 કિમી પિયર કન્સ્ટ્રાક્શન 60 કિમી ગર્ડર કાસ્ટિંગ અને 225 કિમી ગર્ડર લોન્ચિંગ થઈ ચૂક્યું છે. 21 કિમી લાંબો દરિયાની નીચે પણ સુરંગ પર કામ શરૂ થઈ ચૂક્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે