ગોધરા સિવિલ હોસ્પિટલની બેદરકારી, શ્વાન આવીને લેબર રૂમમાંથી બાળકને ઉપાળી ફાડી ખાધું

ગોધરા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે એક મહિલાએ પોતાનું બાળક ગુમા વવાનો વારો આપ્યો છે. 

Updated By: Apr 1, 2020, 04:07 PM IST
 ગોધરા સિવિલ હોસ્પિટલની બેદરકારી, શ્વાન આવીને લેબર રૂમમાંથી બાળકને ઉપાળી ફાડી ખાધું

ગોધરાઃ ગોધરા સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર રૂમમાંથી તાજા જન્મેલા એક બાળકને શ્વાન ઉપાડી ગયું છે. આ શ્વાન બાળકને ફાળીને ખાઈ ગયું છે. આવી દુખ જનક ઘટના સરકારી હોસ્પિટલમાં બની છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે માતાએ પોતાનું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે. 

શું છે સમગ્ર ઘટના
ગોધરાની સિવિલ હોસ્પિટલમાં બખ્ખર ગામના એક મહિલાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમને ત્યાં 1 દિકરો અને એક દીકરીનો જન્મ થયો હતો. પ્રસુતાની ડિલેવરી થયા બાદ સાંજે 6 કલાક આસપાસ માતાને સંતાનો સાથે ગાયનેક વિભાગના લેબર રૂમમાં રાખવામાં આવ્યા હતા. આ રૂમમાં એક શ્વાન ઘુસી આવ્યું હતું અને આ તાજા જન્મેલા બાળકને ઉઠાવી ગયું હતું. આ ઘટના બાદ માતાએ બુમાબુમ કરી પરંતુ ત્યાં સુધીમાં તો માતાએ બાળક ગુમાવવાનો વારો આવ્યો છે.

હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં
હવે અહીં સવાલ થાય કે, હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર રૂમ સુધી શ્વાન કઈ રીતે પહોંચ્યું. કારણ કે હોસ્પિટલના મુખ્ય દરવાજાથી લઈને એન્ટ્રી ગેટ સુધી તમામ જગ્યાએ સિક્યોરિટી હોય છે. ત્યારે આ લેબર રૂમ સુધી શ્વાન પહોંચી જાય તો હોસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું હતું. આમ તંત્રની બેદરકારીના કારણે માતાએ પોતાનું સંતાન ગુમાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર