મયુર સંધી, સુરેન્દ્રનગર: અંતે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવતી સુરેન્દ્રનગર જિલ્લા દૂધરેજ વઢવાણ નગરપાલિકા પાટડીના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની હાજરીમાં વહીવટદાર, ચીફઓફિસર સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના ઉપવાસ આંદોલનને સમેટવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગર જિલ્લા દૂધરેજ વઢવાણ નગરપાલિકા સામે છેલ્લા 16 દિવસથી સો કર્મચારીઓ ઉપવાસ ઉપર વિવિધ પ્રશ્ને ઉતર્યા હતા. જેમાં ખાસ કરીને કાયમી કરવા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા પૂરતો સમય કામ આપવા અને ટાઈમસર પગાર ચૂકવવાની માંગણી સાથે વઢવાણ નગરપાલિકાના સો કર્મચારીઓ ઉપવાસ ઉપર છેલ્લા 16 દિવસથી નગરપાલિકા સામે ઉતર્યા છે.


આ પણ વાંચો:- સુરેન્દ્રનગર: અતિવૃષ્ટિ અને સરકારની ઉદાસીનતાએ વધારે એક ખેડૂતનો ભોગ લીધો


વિવિધ પ્રકારના દેખાવો પણ આ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે સફાઈ કર્મચારીના આગેવાન સહિત પાટડીના ધારાસભ્ય  નૌશાદભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના સત્તાધીશો સાથે આ સફાઈ કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જે પ્રશ્નોના નિરાકરણ આવે એ સફાઈ કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ ઝડપી લાવવામાં આવશે જણાવવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:- જામનગર: આયુર્વેદ યુનિવર્સિટીમાંથી કુદીને વિદ્યાર્થીનો અગમ્ય કારણોસર આપઘાત


છેલ્લા 16 દિવસથી ઉપવાસ ઉપર ઉતરેલા સો કર્મચારીઓના પ્રશ્નો નગરપાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતા આજે સફાઈ કામદારોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા. જે સફાઇ કર્મચારીઓની માંગણી છે તે નગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવતા સફાઈ કર્મચારીઓમાં પણ આજે ઉત્સાહનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો અને કાલથી જિલ્લામાં સફાઈ કર્મચારીઓ ફરી એક વખત સફાઈ કામ કરવા કામે લાગશે.


આ પણ વાંચો:- રાજકોટ: પંચરની દુકાન ધરાવતા યુવકની લોહીથી લથબથ લાશ મળતા ચકચાર


આજે આ સફાઈ કર્મચારીઓ દ્વારા પોતાનું આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. ત્યારે આજે ૬૦ વર્ષથી ઉપરના કર્મચારી ઓને નગર પાલિકા દ્વારા સફાઈ કામગીરી માંથી છુટા કરવામાં આવ્યા છે અને અન્યને કામે લગાડવામાં આવ્યા છે. આ સફાઈ કર્મચારીઓને આજે નગરપાલિકા દ્વારા ઓગસ્ટ માસના  પગારની ચુકવણી કરી આપવામાં આવતા સફાઈ કર્મચારીઓમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube