Ahmedabad News

લોકસભા ચૂંટણીઃ તોગડિયા 'હિન્દુસ્થાન નિર્માણ દળ'ના નેજા હેઠળ 100 ઉમેદવાર ઊભા રાખશે

લોકસભા ચૂંટણીઃ તોગડિયા 'હિન્દુસ્થાન નિર્માણ દળ'ના નેજા હેઠળ 100 ઉમેદવાર ઊભા રાખશે

પ્રવીણ તોગડિયાએ તેમની પાર્ટી 'હિન્દુસ્થાન નિર્માણ દળ' દેશના 12થી વધુ રાજ્યોમાંથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરી છે 

Mar 22, 2019, 09:17 PM IST
RSSના સક્રિય કાર્યકર અને અમરેલીના ખેડૂત આગેવાન કોંગ્રેસમાં જોડાયા

RSSના સક્રિય કાર્યકર અને અમરેલીના ખેડૂત આગેવાન કોંગ્રેસમાં જોડાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રશાંત જોશી અને અમરેલીના ખેડૂત આગેવાન ચીમન ગજેરાએ આજે કોંગ્રેસ કાર્યલય ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો  

Mar 22, 2019, 08:36 PM IST
ચિરાગ પટેલ અપમૃત્યુઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું ડિજિટલ પંચનામુ

ચિરાગ પટેલ અપમૃત્યુઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું ડિજિટલ પંચનામુ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુની તપાસ હાથમાં લીધા બાદ એચડી વિઝ્યુલાઈઝરથી ઘટનાસ્થળના દૃશ્યો કેદ કર્યા  

Mar 22, 2019, 06:52 PM IST
પદ્મશ્રીથી નવાજાયેલા ગુજરાતી આર્ટિસ્ટ હકુ શાહનું લાંબી માંદગી બાદ નિધન

પદ્મશ્રીથી નવાજાયેલા ગુજરાતી આર્ટિસ્ટ હકુ શાહનું લાંબી માંદગી બાદ નિધન

જનજાતીય અને લોકકલાના વિષય પર પોતાની ચિત્રકારી માટે પ્રસિદ્ધ ભારતીય કલાકાર હકુ શાહનું બુધવારે અમદાવાદમાં નિધન થયું છે. 85 વર્ષીય શાહનુ હાર્ટ એટેકથી મોત થયું છે. શાહના ફોટોગ્રાર પુત્ર પાર્થિવે મીડિયાને જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી બીમાર હતા, અને એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ હતા. બુધવારે ઘરે બપોરે લગભગ 2 વાગીને 30 મિનીટ પર તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને 1989માં પદ્મશ્રી પુરસ્કાર સહિત અનેક પુરસ્કારો મળ્યા છે. 

Mar 22, 2019, 10:21 AM IST
‘એટીકેટીમાંથી પાસ કરાવી દઈશું’ની લાલચ આપીને ચાર લોકોએ વિદ્યાર્થીનીને પીંખી

‘એટીકેટીમાંથી પાસ કરાવી દઈશું’ની લાલચ આપીને ચાર લોકોએ વિદ્યાર્થીનીને પીંખી

અમદાવાદના રામોલમાં વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એટીકેટીમાં પાસ કરાવવાની લાલચે ચાર નરાધમોએ તેને પીંખી હતી. દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બનતાં સમગ્ર માહિતી સામે આવી હતી. રામોલ પોલીસે ચારેય આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Mar 20, 2019, 09:51 AM IST
અમદાવાદ : એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બિલ્ડર વિપુલ પટેલનું મોત

અમદાવાદ : એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બિલ્ડર વિપુલ પટેલનું મોત

અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીઓનો બૂકડો બોલાઈ ગયો હતો. 

Mar 20, 2019, 08:09 AM IST
PUBG બાદ હવે LUDO રમનારાઓ માટે આવ્યા માઠા સમાચાર

PUBG બાદ હવે LUDO રમનારાઓ માટે આવ્યા માઠા સમાચાર

ગુજરાતમાં પબજી ગેમ રમનારાઓ પર તંત્રએ ગાળિયો કસ્યો છે. માનસિક રીતે નુકશાન કરતી આ ગેમ પર રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકાયો છે. તો કેટલાક શહેરોમાં પબજી રમનારાઓને પકડીને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે લુડો રમનારાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં લુડો ગેમ પર જુગાર રમનારાઓ પર તવાઈ આવી છે. મણિનગરમાં લુડો ગેમ રમનારા ચાર લોકો પર જુગારનો કેસ કરાયો છે.

Mar 19, 2019, 10:41 AM IST
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ ભાજપથી નારાજ: હાર્દિક પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ ભાજપથી નારાજ: હાર્દિક પટેલ

લોકસભાની ચૂંટણી આવતાની સાથે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયેલા પાસના નેતા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેણે હાર્દિકે ભાજપ પર પ્રહારો કર્યા હતા. દેશના લોકોને રાજનીતિમાં સ્થાન મળે અને મહત્વ મળે તે માટે કોંગ્રેસ દ્વારા આજથી યુવાશક્તિનો કાર્યક્રમ યોજવામાં આવશે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓમાં પણ નારાજગી છે. 

Mar 18, 2019, 05:56 PM IST
અમદાવાદી યુવાનો કહે છે, ‘મૂંછે હો તો અભિનંદન જૈસી...’

અમદાવાદી યુવાનો કહે છે, ‘મૂંછે હો તો અભિનંદન જૈસી...’

અભિનંદન... આ નામ કોઈ ઓળખાણનું મહોતાજ નથી. સર્જિકલ સ્ટ્રાઈક બાદ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને જે રીતે ગણતરીના કલાકો બાદ જ પાકિસ્તાન સરકાર દ્વારા છોડી મુકવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી અભિનંદનના નામનો અને મૂછોનો યુવાનોમાં ખાસો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાનો અભિનંદન જેવી મૂછો કરવા માટે યુવાનો સામેથી હેર સલૂનમાં પહોંચી રહ્યા છે અને પોતાની મૂછોનો અભિનંદનની મૂછો જેવો શેપ પણ આપી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા ક્રેઝ વિશે જાણવા જ્યારે હેર ડ્રેસર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી લગભગ 30 જેટલા યુવાનોએ અભિનંદન જેવી મૂછો બનાવડાવી છે.

Mar 17, 2019, 08:34 AM IST
PUBG Game: અમદાવાદ અને વડોદરામાં 4-4 યુવકોની ધરપકડ

PUBG Game: અમદાવાદ અને વડોદરામાં 4-4 યુવકોની ધરપકડ

તાજેતરમાં જ રાજ્યના કેટલાક શહેરોમાં યુવાનોને ઘેલું લગાડનારી PUBG અને Momo ગેમ પર પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા જાહેરમાં રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે 

Mar 15, 2019, 11:36 PM IST
ભાનુશાળી હત્યાઃ આરોપી અને મુખ્ય કાવતરાખોર છબીલ પટેલને 10 દિવસના રિમાન્ડ

ભાનુશાળી હત્યાઃ આરોપી અને મુખ્ય કાવતરાખોર છબીલ પટેલને 10 દિવસના રિમાન્ડ

કચ્છ ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાના કેસમાં મુખ્ય આરોપી એવા છબીલ પટેલ છેલ્લા કેટલાય સમયથી નાસતા-ફરતા હતા અને ગુરૂવારે વિદેશથી પરત ફરીને પોલીસ સામે તેમણે શરણાગતી સ્વીકારી હતી 

Mar 15, 2019, 05:08 PM IST
લોકસભા ચૂંટણી 2019: નાણાની હેરફેર પર રહેશે IT વિભાગની બાજ નજર

લોકસભા ચૂંટણી 2019: નાણાની હેરફેર પર રહેશે IT વિભાગની બાજ નજર

ચૂંટણી દરમિયાન મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા નાણાની કોથળીઓ ખુલ્લી મુકવામાં આવતી હોય છે અને આ નાણું મોટાભાગે કાળુ હોય છે, જેનો કોઈ હિસાબ-કિતાબ હોતો નથી

Mar 14, 2019, 09:13 PM IST
દેત્રોજ : પાડોશી સાથેના વિવાદને કારણે આખો પરિવાર આમરણાંત ઉપવાસ પર ઉતર્યો

દેત્રોજ : પાડોશી સાથેના વિવાદને કારણે આખો પરિવાર આમરણાંત ઉપવાસ પર ઉતર્યો

અમદાવાદ જિલ્લાના દેત્રોજ મામલતદાર કચેરી ખાતે છેલ્લા નવ દિવસથી ચુંવાળ ડાંગરવા ગામનો પરિવાર આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. પરિવારના મુખ્ય રસ્તા પર પાડોસીએ દિવાલ કરી લેતા અને તંત્રએ આ વિશે સંતોષકારક પરિણામ ન આપતા ઉપવાસનો રસ્તો અપનાવો પડ્યો છે.

Mar 13, 2019, 02:41 PM IST
હાર્દિકની ચૂંટણી લડવાની અરજી પર જજે કહી દીધું, ‘નૉટ બિફોર મી...’

હાર્દિકની ચૂંટણી લડવાની અરજી પર જજે કહી દીધું, ‘નૉટ બિફોર મી...’

 કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને લઈને સુનાવણી પહેલા જ જસ્ટિસ આર.પી ધોલરીયાએ અરજી નૉટ બીફોર મી કરી દીધી છે. જેને લઈને હવે આ કેસ અન્ય કોઈ જસ્ટિસને ટ્રાન્સફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખવા હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. 

Mar 13, 2019, 12:05 PM IST
 લોકસભાની ચૂંટણીમાં જ ખબર પડશે કે હાર્દિક પટેલ કેવી રીતે જીતશે: નીતિન પટેલ

લોકસભાની ચૂંટણીમાં જ ખબર પડશે કે હાર્દિક પટેલ કેવી રીતે જીતશે: નીતિન પટેલ

કોંગ્રેસની CWCની થયેલી મીટીંગ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રતિક્રિયા આપાવમાં આવી હતી. આજની જાહેર સભા જે વ્યક્તિ ગુજરાતમાં જાતિવાદથી નુકસાન કર્યું, પાટીદાર સમાજના યુવાન તરીકે સમર્થન આપ્યું, રાજકારણમાં નહીં આવવાની વાતો કરી તે વ્યક્તિ હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાયો છે. 

Mar 12, 2019, 06:05 PM IST
મોદીના ગઢમાં રાહુલે ખોંખારીને કહ્યું, મસૂદ અઝહરને કોંગ્રેસે પકડ્યો હતો, પણ તમારી સરકારે છોડાવ્યો

મોદીના ગઢમાં રાહુલે ખોંખારીને કહ્યું, મસૂદ અઝહરને કોંગ્રેસે પકડ્યો હતો, પણ તમારી સરકારે છોડાવ્યો

 કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા બાદ અડાલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના ગઢમાંથી તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ઉદ્યોગપતિઓને મદદ કરવાની વાત પણ કહી હતી. 

Mar 12, 2019, 05:00 PM IST
ચૂંટણી આવતા જ કોંગ્રેસનો ‘સરદાર પ્રેમ’ અચાનક કેમ જાગી ગયો?

ચૂંટણી આવતા જ કોંગ્રેસનો ‘સરદાર પ્રેમ’ અચાનક કેમ જાગી ગયો?

 આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં યોજાઈ રહી છે ત્યારે આંખે ઉડીને વળગે તેવી એક મહત્વની બાબતે એ હતી કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા સરદાર પટેલને આપવામાં આવેલું બહુમાન. હજી થોડા દિવસો પહેલા જ વિધાનસભામાં સત્ર દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમાને ભંગારની પ્રતિમા કહી હતી. ત્યારે અચાનક સરદાર પટેલને આપવામાં આવેલું આ મહત્વ સૂચવે છે કે, કોંગ્રેસ પોતાની આ ભૂલ સુધારી રહી છે.

Mar 12, 2019, 12:50 PM IST
CWC પહેલા જ ચર્ચા શરૂ, રાહુલ અને સોનિયા ગાંધીની બાજુમાં કેમ ન બેસ્યા પ્રિયંકા ગાંધી?

CWC પહેલા જ ચર્ચા શરૂ, રાહુલ અને સોનિયા ગાંધીની બાજુમાં કેમ ન બેસ્યા પ્રિયંકા ગાંધી?

 કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે અમદાવાદમાં યોજાનારી છે, ત્યારે સમગ્ર ગાંધી પરિવાર અમદાવાદમાં આવી પહોંચ્યો છે, અને સાથે જ દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાલ અમદાવાદમાં છે. વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામા આવ્યું હતું. જ્યાં ભજનની સૂરાવલીઓ વચ્ચે મહાત્મા ગાંધીજીને યાદ કરાયા હતા. પણ ગાંધી આશ્રમની આ મુલાકાતમાં આંખે ઉડીને વળગે તેવી વાત હતી પ્રિયંકા ગાંધીની બેઠક. સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડરા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ માટે પ્રાર્થના સભામાં અલગ બેઠક વ્યવસ્થા હતી, તેમ છતાં પ્રિયંકા ગાંધી અન્ય નેતાઓની સાથે બેસ્યા હતા.

Mar 12, 2019, 11:42 AM IST
CWC LIVE: અમદાવાદમાં 58 વર્ષે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક, સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એક મંચ પર

CWC LIVE: અમદાવાદમાં 58 વર્ષે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક, સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એક મંચ પર

ગાંધી પરિવાર આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ અને મીડિયાની નજર ગાંધી પરિવારની આજે અમદાવાદમાં યોજાનારી CWC બેઠક પર છે. આ બેઠકમાં પહેલા પુલવામાના શહીદ જવાનોને શોકાંજલિ આપવામાં આવી હતી. આ બેઠકમાં ગઠબંધન અંગે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠક હજુ ચાલુ છે. આ ઉપરાંત અન્ય બાબતો પર પણ ચર્ચા ચાલી રહી છે. 

Mar 12, 2019, 09:00 AM IST
કોંગ્રેસનું મિસ-મેનેજમેન્ટ : એરપોર્ટ આવેલા આ દિગ્ગજ નેતાને કોઈ લેવા ન આવ્યું

કોંગ્રેસનું મિસ-મેનેજમેન્ટ : એરપોર્ટ આવેલા આ દિગ્ગજ નેતાને કોઈ લેવા ન આવ્યું

 આજે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે. ત્યારે તેને લઈને સમગ્ર રાજ્યના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે. કારણ કે, પહેલીવાર ગુજરાતમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી એક મંચ પર જોવા મળશે. અમદાવાદમાં યોજાઈ રહેલી આ મીટિંગ માટે દેશભરના કોંગ્રેસના નેતાઓનું આગમન ગઈકાલે જ થઈ ગયું હતું. ત્યારે એરપોર્ટ પર જ કોંગ્રેસી નેતાઓનું મિસ-મેનેજમેન્ટ જોવા મળ્યુ હતું, જેનો ભોગ બન્યા હતા CWC સભ્ય તારીક હામીદ ખારા.

Mar 12, 2019, 08:41 AM IST