અમદાવાદ: બંગ્લોઝમાં ઝડપાયો 6 લાખનો વિદેશી દારૂ, ગ્રાહકને આપતા હોમ ડિલિવરી

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી બીજલ બંગ્લોઝ સોસયટી માંથી મબલખ દારૂનો જત્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જડપી પાડ્યો છે. આ સાથે જ બે આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. લગભગ 6 લાખ કરતા વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો હાલ સ્ટેટ મોનીટરીંગની ટીમે કબજે લીધો છે.
 

અમદાવાદ: બંગ્લોઝમાં ઝડપાયો 6 લાખનો વિદેશી દારૂ, ગ્રાહકને આપતા હોમ ડિલિવરી

જાવેદ સૈયદ/અમદાવાદ: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી બીજલ બંગ્લોઝ સોસયટી માંથી મબલખ દારૂનો જત્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જડપી પાડ્યો છે. આ સાથે જ બે આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. લગભગ 6 લાખ કરતા વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો હાલ સ્ટેટ મોનીટરીંગની ટીમે કબજે લીધો છે.

એક તરફ ચુંટણી માથે આવીને ઉભી છે. અને એવા સંજોગોમાં અમદાવાદ શહેરના પોષ વિસ્તાર ગણાતા એવા સેટેલાઈટમાંથી દારુનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. ત્યારે હાલ પોલીસ દ્વારાએ તપાસ કરવામાં આવી રહી છે, કે આ મકાન કોણે ભાડે લીધું હતું. અને કોના કહેવાથી આ મકાન સ્સાચીન ઠાકર અને ધવલ રાદડિયાને ભાડે આપ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ મકાનનો ભાડા કરાર પણ કરવામાં આવ્યો છે. જેમાં દેવેન્દ્ર વર્મા નામના વ્યક્તિએ કરાવ્યો હતો. હાલ પોલીસ આ દેવેન્દ્ર વર્મા નામના વ્યક્તિની પણ શોધખોળ હાથ ધરી છે.

500 કરોડ હેરોઇન મામલો: ગુજરાત ATSએ ઝડપ્યું 24 કરોડનું 5 કિલો આઇસ ડ્રગ

આ પોષ બંગલો જોતા આપને સૌને લાગશે કે અહિયાં કોઈ જ ખોટી પ્રવૃત્તિ થતી નહિ હોય પરંતુ વાસ્તવિકતા કઈક જુદી જ છે. આ પોષ દેખાતી સોસયટીમાં સાત નબરના બંગ્લોઝમાં છેલ્લા ચાર મહિનાથી આ બંગ્લોઝમાં સચિન ઠાકર અને ધવલ રાદડિયા દારૂનો જત્થો રાખીને હોમ ડીલીવરી આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જયારે આ બંને આરોપી માંથી સચિન ઠાકર અગાઉ ત્રણ વખત પોહીબીશનના ગુનામાં બગોદરા,પ્રાંતિજ અને મોડાસામાં પકડાઈ ચુક્યો છે.

સચિન ઠાકર અને ધવલ રાદડિયા બને અમદાવાદના ઇસનપુર વિસ્તારના રહેવાસી છે. અને છેલ્લા ચાર મહિનાથી આ બંગ્લોઝમાં દારૂની હેરાફેરી માટે ભાડે બંગલો લીધો હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલી છે. બન્ને આરોપીઓએ રાત્રે ગાડીમાં દારુ લાવતા હતા. અને વહેલી સવારે હોમ ડિલવરી આપવા માટે એકટીવાનો ઉપયોગ કરતા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારના અનેક બુટલેગરો આ બંનેના સંપર્ક હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news