અમદાવાદ : ઓઢવમાં ફાકીના પૈસા નહી આપવા બાબતે યુવકે છરીના ઘા મારી યુવક ફરાર

નશાના બંધાણીઓને જે ક્યારેક નશો ન કરવા મળે તો જીવ પર આવી જતા હોય છે.  કોઇનો જીવ લેતા કે જીવ દેતા પણ વિચારતા નથી હોતા. શહેરનાં ઓઢવ વિસ્તારમાં યુવકને મસાલાનાં પૈસા નહી આપવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો થયો  છે. ઓઢવ પોલીસે આ બાબતે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 
અમદાવાદ : ઓઢવમાં ફાકીના પૈસા નહી આપવા બાબતે યુવકે છરીના ઘા મારી યુવક ફરાર

અમદાવાદ : નશાના બંધાણીઓને જે ક્યારેક નશો ન કરવા મળે તો જીવ પર આવી જતા હોય છે.  કોઇનો જીવ લેતા કે જીવ દેતા પણ વિચારતા નથી હોતા. શહેરનાં ઓઢવ વિસ્તારમાં યુવકને મસાલાનાં પૈસા નહી આપવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો થયો  છે. ઓઢવ પોલીસે આ બાબતે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 

ઓઢવમાં રહેતા રંજન પરમારને દશામાનું જાગરણ હોવાથી ભજન સાંભળી રહ્યા હતા. અચાનક તેમનો દિયર દોડતો દોડતો ત્યાં આવી પહોંચ્યો હતો. દિયરે જણાવ્યું કે, તેમના પતિને રીકીન ઉર્ફે ચકા વાઘેલાને કટારનાં ઘા મારીને લોહી લુહાણ કરી દીધો છે. જેથી તેઓ દોડીને બહાર ગયા હતા. મહિલાનાં પતિએ લોહીલુહાણ હાલતમાં તેમને જણાવ્યું કે, તેઓ મિત્રો સાથે ચાલીમાં રિક્ષામાં બેઠા હતા. દરમિયાન રીકિન ઉર્ફે ચકો વાઘેલા ત્યાં આવ્યો અને કહ્યું કે, મારા ઘરે દશામાં બેસાડ્યા છે. આજે જાગરણ છે તો ફાકીના પૈસા આપો. રંજનાબેને પતિએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ તેને કટારનાં ત્રણ ઘા માર્યા હતા. ત્યાથી ફરાર થયો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં 2019માં જુના વાડના પરીક્ષિત નગરમાં મૃતક વિજય વાઘેલા સાથે તેમના જ વિસ્તારમાં રહેતા પૂનમ મકવાણા, રવિ મકવાણા, બાબુ અને વિશાલ નામના યુવકોએ વિમલ ગુટખા બાબતે બોલાચાલી કરી હતી. એટલું જ નહી મૃતકનાં વિજયને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદથી મારથી બચવા ભાગી રહેલા વિજય વાઘેલાને વિશાલ નામના શખ્સને ઝડપી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news