ગુપ્ત ભાગમાં સંતાડ્યું એક કિલો સોનું, દુબઈથી આવેલી મહિલા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ

સોનું મળી આવ્યું છે. મહિલાએ કેપ્સુલ પેસ્ટ બનાવીને તેને ગુપ્તાંગના ભાગે સંકાળ્યું હતું.

Updated By: Oct 19, 2021, 09:56 AM IST
ગુપ્ત ભાગમાં સંતાડ્યું એક કિલો સોનું, દુબઈથી આવેલી મહિલા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ

અમદાવાદઃ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરીનો વધુ એક મામલો સામે આવ્યો છે. મહત્વનું છે કે કોરોના સંકટ હળવું થયા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો શરૂ થઈ ગઈ છે. જેથી દબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટોમાં સોના અને કિંમતી વસ્તુઓની દાણચોરીની ઘટનાઓ વધી રહી છે. શનિવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી એક ફ્લાઇટમાં એક મહિલા ગુપ્ત ભાગમાં 1 કિલો સોનાની ત્રણ કેપ્સ્યૂલ સંતાડીને આવતા ઝડપાઈ હતી. 

ગુપ્તાંગમાં સંતાડ્યું સોનું
દુબઈથી આવેલી મહિલા પેસેન્જર પાસેથી 52.59 લાખનું એક કિલો સોનું મળી આવ્યું છે. મહિલાએ કેપ્સુલ પેસ્ટ બનાવીને તેને ગુપ્તાંગના ભાગે સંતાડ્યું હતું. કસ્ટમ વિભાગ દ્વારા મહિલાની તપાસ કરાતા સોનું સંતાળ્યું હોવાનું બહાર આવ્યું હતું. 

એરપોર્ટ આવેલી મહિલાની હિલચાલ યોગ્ય ન લાગતા તેને સ્કેન મશીનમાં સ્કેન કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલાના ગુપ્ત ભાગમાં ત્રણ સોનાની કેપ્સુલ મળી આવી હતી. ત્યારબાદ મહિલાના ગુપ્ત ભાગમાંથી સોનાની કેપ્સુલ કાઢવામાં ડોક્ટરોને આશરે બે કલાકનો સમય લાગ્યો હતો. કસ્ટમ વિભાગ દ્વારા મહિલાની અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ સુરક્ષાને કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ

મહત્વનું છે કે કોરોના સંકટ ઓછું થયા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પૂર્વવત થઈ રહી છે. આ દરમિયાન દાણચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. છેલ્લા 18 દિવસમાં આ પ્રકારનો પાંચમો કિસ્સો સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube