ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. નજીવી બાબતે એક વેપારી પર અસામાજિક તત્વોએ જીવનો કર્યો હતો. જોકે વેપારીને પગમાં છરી મારી હોવા છતાં સારવાર દરમ્યાન વેપારીનું મોત નિપજ્તા સમગ્ર મામલો હત્યામાં પરિવર્તિત થયો હતો. જોકે પોલીસે હત્યાના ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વેટર બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ શાળાઓને ઝાટકી! કડક શબ્દોમાં સૂચના


અમદાવાદમાં રામોલ વિસ્તારમાં ઇલેક્ટ્રિકનું છૂટક કામ કરતા રાજેશ રાઠોડ તેના મિત્ર ભરત મારું સાથે કામ પરથી પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન આર.કે.એસ્ટેટ પાસેથી પસાર થયા હતા ત્યારે અક્ષય ઉર્ફે ભૂરિયો ત્યાં હાથમાં છરી લઈને જાહેર રસ્તા પર ઉભો હતો અને ત્યાંથી નીકળતા લોકોને ધમકાવતો હતો. જોકે બંને મિત્રોનો અવર જવરનો દરરોજ નો રસ્તો હોવાથી તે અક્ષત ઉર્ફે ભૂરિયાને ઓળખતા હતા. 


ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડી, VIDEO


રાજેશભાઈ અને ભરતભાઈ ત્યાંથી પસાર થતા હતા ત્યારે આરોપી અક્ષય તેના તરફ દોડીને આવી રહ્યો હતો જેથી તાત્કાલિક એક્ટિવાની બ્રેક મારી હતી. જેનાથી ઉશ્કેરાઈ જઈને આરોપી અક્ષય ઉર્ફે ભૂરિયો બંનેની પાછળ દોડ્યો હતો. જોકે ભરતભાઈ એક દુકાન તરફ દોડી ગયા હતા જ્યારે રાજેશભાઈ દોડી નહીં શકતા આરોપી અક્ષયે તેને લગ્ન ભાગે છરીનો ઘા માર્યો હતો અને નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત રાજેશભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.


નકલી ED કેસમાં મોટો ખુલાસો! આરોપી ઠગાઈના રૂપિયા AAPને ફંડ તરીકે આપતો, નેતાઓ સાથે કરી


સમગ્ર ઘટના બાદ પોલીસે ભરતભાઈની ફરિયાદને આધારે અક્ષય ઉર્ફે ભૂરિયાની ધરપકડ કરી છે. પોઈસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અક્ષય ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તે અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. આરોપી અક્ષય અગાઉ ત્રણ વખત પાસાની સજા પણ કાપી ચૂક્યો છે. આરોપી અક્ષય જાહેરમાં છરી વડે લોકોને ડરાવી પોતાની ધાક જમાવતો હતો. મહત્વનું છે કે એક તરફ પોલીસ કોમ્બિંગના દાવાઓ કરી રહી છે ત્યારે આવા તત્વો પર જાણેકે હજી પણ સ્થાનિક પોલીસનો કોઈ ખોફ હોય નહીં તેમ જાહેરમાં લોકોને ડરાવી લુખ્ખાગીરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે.