)
Ahmedabad : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ડેમો છલકાયા છે. ધરોઈ અને સંત સરોવર ડેમમાં પાણીના આવક વધતાં ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું હતું. પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં ડેમનું પાણી છોડાતા નદીના જળસ્તરમાં થયો હતો. જેના કારણે અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ પાસે નદીમાં 30થી વધુ લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી હતી.
લોકો ફસાયા હોવાનો ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. અસલાલી ફાયર ઈમરજન્સી ટેન્ડર અને પ્રહલાદનગર ફાયર બ્રિગેડ કર્મચારીઓએ બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.