ગુજરાતી ન્યૂઝGujaratચંડોળાને બનાવવું હતું આતંકી અડ્ડો? તોડ્યા દબાણ તો મળ્યું આતંકી કનેક્શન!

ચંડોળાને બનાવવું હતું આતંકી અડ્ડો? તોડ્યા દબાણ તો મળ્યું આતંકી કનેક્શન!

અમદાવાના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. ચંડોળા તળાવ પાસેના 1200 હેક્ટર જેટલા વિસ્તારમાં પશ્ચિમ બંગાળથી આવેલા અનેક મુસ્લિમોએ વસાહત કરી. આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહેવા લાગ્યા. 

 ચંડોળાને બનાવવું હતું આતંકી અડ્ડો? તોડ્યા દબાણ તો મળ્યું આતંકી કનેક્શન!

અમદાવાદઃ અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવમાં ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું, ગઈકાલથી શરૂ થયેલું ડિમોલિશન આજે પણ યથાવત રહ્યું, ગઈકાલે નાના-મોટા 1500 દબાણો તોડી પાડવામાં આવ્યા...વર્ષોથી અસામાજિક તત્વોનું અડ્ડો બનેલું આ તળાવમાં આતંકી કનેક્શન ખુલ્યું છે. પોતાને ગરીબ અને બાપડા બિચારા કહેતા કેટલાક બાંગ્લાદેશીઓ દેશ વિરુદ્ધી પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સામે આવ્યું છે...ત્યારે જુઓ ગુજરાત સરકારની સૌથી મોટી કાર્યવાહીનો આ ખાસ અહેવાલ....

ચંડોળામાં તંત્રની કાર્યવાહી
અમદાવાદનું ચંડોળા તળાવ, જે એક સમયે શાંતિનું પ્રતીક હતું,...લોકોનું જીવન ધોરણ આ તળાવથી ચાલતું હતું.. કારણ કે આ જ તળાવનું પાણી લોકોને પીવા અને સિંચાઈ માટે અપાતું હતું...પરંતુ આ જ તળાવ આજે આતંકના અડ્ડા તરીકે બદનામ થયું છે. ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અહીં કરવામાં આવ્યું....જેમાં 2 હજારથી વધુ ગેરકાયદે દબાણો જમીનદોસ્ત થયા. પરંતુ સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે તે છે અલ-કાયદા સાથેનું આ વિસ્તારનું કનેક્શન...હા, આતંકી સંગઠન અલ કાયદા સાથે ચંડોળા તળાવમાં રહેતા બાપડા-બિચારા લોકોના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે...

Add Zee News as a Preferred Source

ચંડોળા તળાવ બાંગ્લાદેશી ઘૂસણખોરોનું મુખ્ય આશ્રયસ્થાન બન્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો કે, આ ઘૂસણખોરો નકલી આધાર કાર્ડ અને હિંદુ ઓળખનો ઉપયોગ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. ડ્રગ્સ રેકેટ, દેહ વ્યાપાર, અને અલ-કાયદા જેવા આતંકી સંગઠનોને આશ્રય આપવાનું ગુનાખોરી નેટવર્ક અહીં ચાલતું હતું.

શું થયો ખુલાસો?
ચંડોળા તળાવ બાંગ્લાદેશી ઘૂસણખોરોનું મુખ્ય આશ્રયસ્થાન બન્યું હતું
ઘૂસણખોરો હિંદુ ઓળખથી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા
ડ્રગ્સ રેકેટ, દેહ વ્યાપાર, અલ-કાયદાને આશ્રય આપવાનું નેટવર્ક 

છેલ્લા 10-12 વર્ષમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ચંડોળા તળાવની આસપાસ 1.5 લાખ સ્ક્વેર મીટર સરકારી જમીન પર ગેરકાયદે વસાહતો ઉભી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના રિપોર્ટ મુજબ, આ વસાહતોમાં 3000થી વધુ લોકો નકલી ઓળખપત્રો સાથે રહેતા હતા. આ લોકોએ સ્થાનિક વિસ્તારોમાં એવો આતંક ફેલાવ્યો હતો કે કોઈ તેમની સામે ફરિયાદ કરવાથી પણ ડરતા હતા.  

અલ-કાયદા સાથેનું આ કનેક્શન રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. પોલીસે ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરી, જેમની પાસેથી નકલી દસ્તાવેજો, ડ્રગ્સ, અને શંકાસ્પદ સામગ્રી મળી. તપાસમાં ખુલ્યું કે, આ ઘૂસણખોરો આતંકી સંગઠનોને લોજિસ્ટિક સપોર્ટ અને ફંડિંગ પૂરું પાડવાની ફિરાકમાં હતા.

ચંડોળા તળાવનું આ મેગા ડિમોલિશન ગેરકાયદે પ્રવૃત્તિઓ અને આતંકના અંધકારને ખતમ કરવાનું પ્રથમ પગલું છે. પરંતુ અલ-કાયદા સાથેનું આ કનેક્શન શું માત્ર આઈસબર્ગની ટોચ છે?.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news