અમદાવાદના મિની બાંગ્લાદેશ પર બુલડોઝર ફરી વળ્યું, ચંડોળા તળાવમાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ
Chandola Lake Mega Demolition : બાંગ્લાદેશીઓના ગઢમાં બુલડોઝર ફરી વળ્યા... 2 કલાકમાં જ 1000થી વધારે મકાનો તોડી પડાયા, લોકોના ટોળા ઉમટ્યા; ચંડોળા તળાવની ચારે તરફ ડિમોલિશન
Trending Photos
Ahmedabad News : અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખતા ચંડોળા તળાવમાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ કરી દેવાયું છે. ચંડોળામાં ઉભા કરાયેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સરકારી જમીન દબાણમુક્ત કરાવાઈ રહી છે. અંદાજે 10 હજાર ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. દબાણ હટાવી 2.5 લાખ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાશે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે. કોર્પોરેશનના 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50 ટીમો આ માટે કામે લાગી છે. ડિમોલિશન પાર્ટ 1 કરતા વધુ તાકાત સાથે પાર્ટ 2ની કામગીરી આરંભી દેવાઈ છે. 3 હજાર પોલીસકર્મી, SRPની 25 ટુકડીઓ હાલ ચંડોળા તળાવ ફરતે તૈનાત કરી દેવાઈ છે. સમગ્ર વિસ્તારમાં 15થી વધુ હિટાચી, 25થી વધુ JCB મશીનથી દબાણ હટાવાઈ રહ્યાં છે.
આજે વહેલી સવારથી જ અંદાજે 10000 થી વધુ કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. 2.5 લાખ ચો.મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે. વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગની સંયુક્ત કામગીરી શરૂ કરાઈ છે. Amc ના 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50 થી વધુ ટીમ મેદાનમાં છે. એક ટીમ સાથે 2 jcb , 5 હિટાચી મશીને તોડફોડની કામગીરી ચાલુ કરી છે.
તોડફોડ કરવા પ્રથમ રાઉન્ડ કરતા પણ વધુ સંખ્યામાં મોટી મશીનરી ઉતારવામાં આવશે. Amc ની એક ટિમ સાથે 10 પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરાઈ છે. amc નો હેલ્થ, સોલિડ વેસ્ટ, ઈજનેર અને ફાયરબ્રિગેડ સહિતનો સ્ટાફ સ્ટેન્ડબાય મોડમાં રહેશે. અસરગ્રસ્તોને હટાવવા amts બસ પણ મુકવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે