AHMEDABAD: શહેરીજનો રસીકરણ અને રસીના બગાડ બંન્ને બાબતે આગળ

સ્માર્ટસિટી અમદાવાદમાં હાલમાં કોરોના સામે જંગ જીતવાના હેતુથી રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના વયજુથ માટે રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ વેક્સીન લેનાર નાગરીકોની સંખ્યા અને ડોઝની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ રસીકરણ માટે ઓનલાઇન બુકીંગ થવાના કારણે દૈનિક બુક થતા સ્લોટ પૈકી 15 ટકા વેક્સીનનો બગાડ પણ થઇ રહ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
AHMEDABAD: શહેરીજનો રસીકરણ અને રસીના બગાડ બંન્ને બાબતે આગળ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદમાં હાલમાં કોરોના સામે જંગ જીતવાના હેતુથી રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના વયજુથ માટે રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ વેક્સીન લેનાર નાગરીકોની સંખ્યા અને ડોઝની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ રસીકરણ માટે ઓનલાઇન બુકીંગ થવાના કારણે દૈનિક બુક થતા સ્લોટ પૈકી 15 ટકા વેક્સીનનો બગાડ પણ થઇ રહ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

રાજ્ય સરકારે 1 લી મેથી 18 થી 44 વય જુથ માટે વેક્સીનેશનની શરૂઆત કરી હતી. પ્રાથમીક તબક્કે મુખ્ય શહેરોમાં 18 થી 44 વય જુથના લોકોને વેક્સીન આપવામાં આવતી હતી. વેક્સીન માટે ઓનલાઇન બુકિંગ રાખવામાં આવ્યુ છે. પરંતુ વેક્સીના સ્લોટ ક્યારે ખુલે છે અને કયારે બંધ થાય છે તે અંગે મોટાભાગના નાગરીકો અજાણ છે. મ્યુનિસિપલ સુત્રોના જણાવ્યુ મુજબ વેક્સીન માટે દૈનિક 32000 સ્લોટ ખુલ્લા મુકવામાં આવે છે, જેની સામે 29500 જેટલા સ્લોટ બુક થાય છે. પરંતુ તેમાંથી 15 ટકા લોકો વેક્સીન લેવા આવતા જ નથી. કોરોના વેક્સીનની એક વાયલમાં 10 ડોઝ હોય છે. રસીનુ વાયલ તોડ્યા બાદ તેનો સંપુર્ણ વપરાશ ન થાય તો તેને ફેંકી દેવાની ફરજ પડે છે.

ઓનલાઇન બુકિંગના કારણે દૈનિક 15 ટકા બુકિંગ કેન્સલ થતા હોય છે. આવા સંજોગોમાં વેક્સીન વેસ્ટેજ થાય છે. જેના કારણે 3 થી 4 હજાર ડોઝનો બગાડ થઇ રહ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મજુબ એએમસી દ્વારા પાછલા સપ્તાહ (5 જુન થી 11 જુન) દરમ્યાન 177499 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. જે પૈકી 18 થી 44 વયજુથ માં 149849 ડોઝ લગાવવામાં આવ્યા હતા. જેની દૈનિક સરેરાશ 21407 ડોઝ આવે છે. જ્યારે કે ઓનલાઇન બુકિંગ અંતર્ગત 29500 સ્લોટ બુક થયા હતા. આમ છેલ્લા સપ્તાહ દરમ્યાન 8093 સ્લોટ રદ્દ થયા હતા. 

જેથી વેક્સીનનો બગાડ થઇ રહ્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.શહેરમાં વેક્સીનના 2269444 ડોઝ લગાવવામાં આવ્યા છે. જે પૈકી પ્રથમ ડોઝમાં 1842970 અને બીજા ડોઝ તરીકે 426450 નાગરીકોએ રસી લીધી છે. જેમાં 18 થી 44 વયજુથમાં 948203, 45 થી 60 વયજુથમાં 518151 તેમજ 60 થી વધુના વયજુથમાં 376214 નાગરીકોએ રસી લીધી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઓનલાઇન બુકિંગ બંધ થાય અને સ્પોટ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવે, તો રસીનો બગાડ થતો અટકાવી શકાય તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news