દર્દીના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી સિવિલમાંથી આવેલા એક ફોને પરિજનોને ચોંકાવી દીધા

સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નિકોલના દેવરામભાઇને 28 મે ડાયાબિટીસ વધતા સિવિલમાં દાખલ કરાયા હતા. 22 કલાક બાદ 29 મેના રોજ બપોરે 3 વાગ્યે તેમને મૃત જાહેર કરાયા. 4 વાગે પરિવારના બે સભ્ય એ PPE કીટ સાથે તેમની અંતિમ વિધી કરી. પરિવારજનોને મૃતકનો ચહેરો પણ બતાવવામાં ન આવ્યો. ત્યાં તો 30મીએ સિવિલ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે તેમના દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને હાલ તેઓ જનરલ વોર્ડમા દાખલ છે.

Updated By: May 31, 2020, 04:53 PM IST
દર્દીના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી સિવિલમાંથી આવેલા એક ફોને પરિજનોને ચોંકાવી દીધા

અતુલ તિવારી, અમદાવાદ: સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નિકોલના દેવરામભાઇને 28 મે ડાયાબિટીસ વધતા સિવિલમાં દાખલ કરાયા હતા. 22 કલાક બાદ 29 મેના રોજ બપોરે 3 વાગ્યે તેમને મૃત જાહેર કરાયા. 4 વાગે પરિવારના બે સભ્ય એ PPE કીટ સાથે તેમની અંતિમ વિધી કરી. પરિવારજનોને મૃતકનો ચહેરો પણ બતાવવામાં ન આવ્યો. ત્યાં તો 30મીએ સિવિલ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે તેમના દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને હાલ તેઓ જનરલ વોર્ડમા દાખલ છે.

અમદાવાદ: કોરોનાથી રક્ષણ મેળવવા 'ઇમ્યુનિટી બુસ્ટર' બનાવ્યાનો કર્યો દાવો

સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી દર્શાવતા આ કિસ્સામાં 29મીએ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી 30મીએ સિવિલ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે તેમના દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને હાલ તેઓ જનરલ વોર્ડમા દાખલ છે. હવે પરિવાર ચિંતામાં છે કે તેઓએ કઈ વ્યક્તિના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા. એટલું જ નહીં 30 મેના રોજ ફરીથી કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે દર્દી સ્ટેબલ છે. કન્ટ્રોલરૂમમાંથી ફોન આવતા પરિવારજનો અસમંજસમાં પડ્યા છે

Unlock 1: ગુજરાતમાં 1 જૂનથી લાગુ થશે અનલોક 1, જાણો ગાઈડલાઈન્સની મહત્વપૂર્ણ જાહેરાતો

આ બાજુ કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટરના જણાવ્યાં અનુસાર દર્દીને 22 કલાક કેન્સર હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર અપાઈ હતી. ડાયાબીટીસ 500ની ઉપર હોવાથી દર્દીનું મોત થયું હોવાનો હોસ્પિટલનો દાવો છે. દર્દી શંકાસ્પદ સ્થિતિમાં આવ્યો હતો અને મોત થયું હોવાથી તેમના પરિવારને નિયમ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં માટે કહેવામાં આવ્યું.  આખરે જ્યારે દર્દીનો રિપોર્ટ આવ્યો તો તે નેગેટિવ હતો.

તેમણે કહ્યું કે રિપોર્ટ મુજબ કન્ટ્રોલ રૂમના કર્મચારીએ કોલ કર્યો પણ તેમનું મોત અગાઉ થયું છે તેની કર્મચારીને જાણ ન હતી. આ અંગે કંટ્રોલરૂમના કર્મચારી પાસેથી ખુલાસો પણ માગવામાં આવ્યો.

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube