ગુજરાતી ન્યૂઝGujaratપોલીસની સજાગતાએ અમદાવાદમાં થતી ચોરીની મોટી ઘટના અટકી! આંતરરાજ્ય ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી

પોલીસની સજાગતાએ અમદાવાદમાં થતી ચોરીની મોટી ઘટના અટકી! આંતરરાજ્ય ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની કસ્ટડીમાં દેખાતા આરોપીઓના નામ ગગનદીપસિંઘ રંધાવા, રનજોધસિંઘ બદેસા, મનપ્રિતસિંઘ બટ્ટી અને પ્રભુ જ્યોતસિંગ બટ્ટી છે. આ આરોપીઓ મૂળ પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લાના રહેવાસી છે.

પોલીસની સજાગતાએ અમદાવાદમાં થતી ચોરીની મોટી ઘટના અટકી! આંતરરાજ્ય ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં આંગડિયા પેઢી અથવા તો સોના ચાંદીના વેપારી સાથે બનનારી લૂંટની ઘટના પોલીસની સજાગતાએ અટકાવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારો સાથે પંજાબથી અમદાવાદમાં લૂંટના ઇરાદે આવેલી આંતરરાજ્ય ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. 

Add Zee News as a Preferred Source

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની કસ્ટડીમાં દેખાતા આરોપીઓના નામ ગગનદીપસિંઘ રંધાવા, રનજોધસિંઘ બદેસા, મનપ્રિતસિંઘ બટ્ટી અને પ્રભુ જ્યોતસિંગ બટ્ટી છે. આ આરોપીઓ મૂળ પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લાના રહેવાસી છે. આરોપીઓને અમદાવાદના સરખેજમાં શાંતિપુરા તરફથી મોહમ્મદપુરા ગામ જતા રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. તેઓની પાસેથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ, છરો અને 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

આરોપીઓમાં ગગનદીપસિંઘ રંધાવા માસ્ટર માઈન્ડ છે, તે અને રણજોધસિંગ બદેસા એક વર્ષ પહેલા અમદાવાદમાં ક્રેન ચલાવવાનું કામ કરતા હતા. જોકે બાદમાં તેઓ પંજાબ ગયા અને પંજાબથી પોતાના સાગરીતોને લઈને અમદાવાદમાં આંગડિયા પેઢી અથવા તો સોની વેપારીને હથિયાર બતાવી લૂંટ કરવાના ઇરાદે પરત આવ્યા હતા. ગગનદીપસિંઘ અગાઉ ચાણક્યપુરી વિસ્તારમાં રહેતો હતો અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોથી વાકેફ હતો. 

આરોપીની હથિયાર બાબતે પૂછપરછ કરતા સામે આવ્યું કે પંજાબના હેપ્પી બુટ્ટર નામના વ્યક્તિ પાસેથી 30 હજાર રૂપિયામાં બે પિસ્તોલ અને પાંચ કારતુસ લાવ્યા હોવાની તેઓએ કબુલાત કરી છે. ઝડપાયેલો આરોપી ગગનદીપસિંઘ રંધાવા અગાઉ પંજાબ રાજ્યમાં ખૂનની કોશિશ, મારા મારી, ચોરી, NDPS અને ફોન સ્નેચિંગ સહિતના સાત જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોવાથી હકીકત ધ્યાને આવી છે. આરોપીની વધુ તપાસ માટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news