અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ 18 અને બારડોલીમાં સૌથી ઓછા 3, જાણો ગુજરાતમાં કઈ બેઠક પર કેટલા ઉમેદવાર
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. આજે ફોર્મ પરત લેવાનો છેલ્લો દિવસ હતો. ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં કઈ સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું બેઠક સ્પષ્ટ થઈ ચુક્યું છે. સુરતની સીટ બિનહરીફ થયા બાદ ગુજરાતમાં 25 લોકસભા સીટ પર 7 મેએ મતદાન થશે. રાજ્યની લોકસભાની 25 બેઠકો માટે કુલ 266 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં સૌથી વધુ ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક પર નોંધાયા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સ્પષ્ટ કરી છે. ગુજરાતની કઈ બેઠક પર કેટલા છે ઉમેદવારો જુઓ આ રિપોર્ટમાં..
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં
સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં
ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં
જામનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં
પોરબંદર લોકસભા બેઠક પર 12 ઉમેદવાર મેદાનમાં
બનાસકાંઠા લોકસભા બેઠક પર 12 ઉમેદવાર મેદાનમાં
જૂનાગઢ લોકસભા બેઠક પર 11 ઉમેદવાર મેદાનમાં
કચ્છ લોકસભા બેઠક પર 11 ઉમેદવાર મેદાનમાં
પાટણ લોકસભા બેઠક પર 10 ઉમેદવાર મેદાનમાં
રાજકોટ લોકસભા બેઠક પર 9 ઉમેદવાર મેદાનમાં
મહેસાણા લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં
વડોદરા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં
નવસારી લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં
ભાવનગર લોકસભા બેઠક પર 13 ઉમેદવાર મેદાનમાં
ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવાર મેદાનમાં
ખેડા લોકસભા બેઠક પર 12 ઉમેદવાર મેદાનમાં
દાહોદ લોકસભા બેઠક પર 9 ઉમેદવાર મેદાનમાં
પંચમહાલ લોકસભા બેઠક પર 8 ઉમેદવાર મેદાનમાં
અમરેલી લોકસભા બેઠક પર 8 ઉમેદવાર મેદાનમાં
આણંદ લોકસભા બેઠક પર 7 ઉમેદવાર મેદાનમાં
વલસાડ લોકસભા બેઠક પર 7 ઉમેદવાર મેદાનમાં
છોટાઉદેપુર લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં
બારડોલી લોકસભા બેઠક પર 3 ઉમેદવાર મેદાનમાં
સુરત લોકસભા બેઠક બિનહરિફ, ભાજપના મુકેશ દલાલ વિજેતા
કુલ લોકસભા ઉમેદવારો 266
કુલ પુરુષ ઉમેદવારો 247
કુલ મહિલા ઉમેદવારો 19