અમદાવાદના ગોધાવી પાસે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદ (Ahmedabad) નજીક આવેલા ગોધાવી (Godhavi) માં ભીષણ આગ (Fire) લાગવાનો બનાવ બન્યો છે. ગોધાવી (Godhavi) ગામમાં ડેકોરેશનના ગોડાઉનમાં આગ લાગી છે.

Updated By: Jun 9, 2021, 05:44 PM IST
અમદાવાદના ગોધાવી પાસે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) નજીક આવેલા ગોધાવી (Godhavi) માં ભીષણ આગ (Fire) લાગવાનો બનાવ બન્યો છે. ગોધાવી (Godhavi) ગામમાં ડેકોરેશનના ગોડાઉનમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 16 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી હતો અને આગ (Fire) ઓલવવાની કામગીરી શરૂ કરી છે.

ઓલમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદની તૈયારીઓ શરૂ, સર્વે માટે ઔડાએ બહાર પાડ્યું ટેન્ડર

અચાનક ફાટી નિકળેલી આગ (Fire) ના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલો સામાન બળીને ખાખ થઇ ગયો છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. જો કે આગ (Fire) ને એક કલાક કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં આગ કાબૂમાં આવી નથી. જો આગ કેવી લાગી તે અંગે કંઇ જાણવા મળ્યું નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube