અમદાવાદ: વચગાળાના જામીન પર ફરાર વેડવા ગેંગના ચાર સભ્યોની ધરપકડ
અમદાવાદ રૂરલ એલસીબી દ્વારા પેરોલ અને વચગાળાના જામીન પર ફરાર વેડવા ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને ધંધુકા ત્રણ રસ્તા પાસેથી બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ આજીવન કેદની સજા પામેલ છે જેમને 2012માં વિરમગામના હાસલપુર નર્મદા કેનાલ પાસે શ્રમિક મજૂરોને બનાવી લૂંટ ચલાવી શ્રમજીવી એક મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ રૂરલ એલસીબી દ્વારા પેરોલ અને વચગાળાના જામીન પર ફરાર વેડવા ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને ધંધુકા ત્રણ રસ્તા પાસેથી બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ આજીવન કેદની સજા પામેલ છે જેમને 2012માં વિરમગામના હાસલપુર નર્મદા કેનાલ પાસે શ્રમિક મજૂરોને બનાવી લૂંટ ચલાવી શ્રમજીવી એક મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
આ રીઢા ગુનેગારો પર આટલા છે આરોપ
2009માં અસલાલીમાં ધાડ અને હત્યા
2010માં સરખેજમાં ધાડ અને હત્યા
2011માં બરોડામાં પોલીસ કોન્સ્ટેબલ ની ધાડ અને હત્યા
2011માં બોપલમાં ધાડ અને હત્યા
2 ગુન્હા ધાડ અને બળાત્કાર
અન્ય બીજા 5 લૂંટના ગુન્હા
જે કેસમાં આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને 2016માં તમામ આરોપીઓને આજીવન કેદની સજા પામી હતી. આરોપીઓએ કુલ 11 જેટલા ગુના આચરેલા છે. જેમાં ધાડ સહીત હત્યા,લૂંટ સહીત બળાત્કાર અને અન્ય ગુન્હાઓ આચરેલા છે. આ બધા આરોપીઓ છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરેલા હતા. અને રીઢા અને ખુંખાર આરોપીઓ છે.