ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના અમદાવાદની એક યુવતીએ પોલીસ ઈન્સ્પેક્ટર બનવા માટે DGPનો નકલી લેટર તૈયાર કર્યો હતો. જી હાં...આ ઘટના સાંભળીને તમને આશ્ચર્ય થશે. પરંતુ આ હકીકત છે. આ ઘટનામાં એક યુવતી પોલીસ એકેડમીમાં ચાલતી સબ ઈન્સ્પેક્ટરની ટ્રેનિંગ માટે ગાંધીનગર પહોંચી હતી. યુવતીએ ગેટ પર તૈનાત કર્મચારીને પત્ર સાથેના તમામ દસ્તાવેજો દેખાડ્યા હતા અને કહ્યું કે તે ટ્રેનિંગ માટે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો ઉંચકાયો, ખેડૂતો થઈ જાય એલર્ટ! હવામાન વિભાગની એડવાઇઝરી


જ્યારે પોલીસે દસ્તાવેજોની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે તમામ દસ્તાવેજો તો નકલી છે. ત્યારબાદ આરોપી યુવતીની પુછપરછ કરવામાં આવી હતી. જ્યાં તેણીએ જણાવ્યું હતું કે, તે તેના પિતાનું સપનું પૂરું કરવા પોલીસમાં જોડાવા માંગતી હતી. આ માટે તેણે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષા પણ આપી હતી, પરંતુ તે પાસ થઈ શકી નહોતી.


સરકારી ગાડીની જેમ જેટનો ઉપયોગ ગુજરાતના આ અધિકારીને ભારે પડ્યો, સરકારે સબક શિખવ્યો


પરીક્ષામાં નાપાસ થયા બાદ બનાવટનો લીધો આશરો
યુવતીએ પોલીસને જણાવ્યું કે જ્યારે તે પરીક્ષામાં નાપાસ થઈ ત્યારે તેણે નકલી દસ્તાવેજો તૈયાર કર્યા. જેમાં ઈન્ચાર્જ ડીજીપીની બનાવટી સહીઓ પણ કરવામાં આવી હતી. યુવતીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું, જેમાં તેનો સીટ નંબર 10336646 હતો. આ તમામ દસ્તાવેજો હાથ વડે લખવામાં આવ્યા હતા.


મહિલાએ શરીરસુખ માણવા ન દેતા આરોપીએ દેરાણી-જેઠાણીની હત્યા કરી, જાણો શું હતી ઘટના?


પોલીસે ચેક કર્યો રેકોર્ડ તો નહોતો, પરંતુ એપાઈન્ટમેન્ટ લઈને પહોંચ્યું યુવતીનું નામ
જ્યારે પોલીસે ટ્રેનિંગ માટે આવેલા 289 લોકોના દસ્તાવેજો તપાસ્યા તો ખબર પડી કે આ છોકરીનું નામ લિસ્ટમાં નથી. પછી પોલીસે યુવતી પર નકલી દસ્તાવેજો તૈયાર કરવા અને ઈન્ચાર્જ ડીજીપીની નકલી સહી કરવાનો કેસ નોંધ્યો છે. યુવતી વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 466, 471 અને 511 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.