ગુજરાતી ન્યૂઝGujaratઅમદાવાદમાં રથયાત્રા જેવી બીજી યાત્રા નીકળશે, જગન્નાથની જેમ હવે નગરદેવી પણ નગરયાત્રા કરશે

અમદાવાદમાં રથયાત્રા જેવી બીજી યાત્રા નીકળશે, જગન્નાથની જેમ હવે નગરદેવી પણ નગરયાત્રા કરશે

Bhadrakali Mata Nagaryatra : 614 વર્ષ પછી અમદાવાદનાં નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે... 6.25 કિ.મી.લાંબી યાત્રામાં અનેક જગ્યાઓએ માતાનું સ્વાગત થશે 

અમદાવાદમાં રથયાત્રા જેવી બીજી યાત્રા નીકળશે, જગન્નાથની જેમ હવે નગરદેવી પણ નગરયાત્રા કરશે

Ahmedabad News : અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે અમદાવાદમાં ભદ્રકાળી માતાની 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રા નીકળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહી શકે છે. 

જગન્નાથની જેમ નગરદેવી પણ નીકળશે
જગન્નાથ પુરી બાદ અમદાવાદની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે અમદાવાદના આંગણે ફરી એકવાર ભવ્ય યાત્રા નીકળવાની છે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની છે. અગાઉ નગરદેવીની નગરયાત્રા નીકળતી હતી, ત્યારે હવે 614 વર્ષ બાદ નગરયાત્રાનું આયોજન કરાયું છે. 

Add Zee News as a Preferred Source

કેવી હશે આ નગરયાત્રા
26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસે 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહીને રથને પ્રસ્થાન કરાવશે. 

ક્યાં ક્યાંથી નીકળશે
આ નગરયાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજી, ગુરુ માણેકના આદિસ્થાન માણેકચોક, ઓફિસ, ખમાસા, વગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચરો. રૂટ ઉપર થોડા થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. નિજમંદિરમાં યાત્રા બાદ હવનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news