)
Ahmedabad News : અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનના બનાવથી રસ્તો લોહિયાળ થયો છે. કૃષ્ણનગરના સરદાર ચોક પાસે એક એક કારચાલકે પૂરઝડપે કાર હંકારીને સાયકલ સવારને ફંગોળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે બનેલા બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂર ઝડપે આવતી કિયા કારના ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારી હતી. સાયકલ ચાલકને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
અકસ્માતની ટક્કર એટલી ગંભીર હતી કે અકસ્માત બાદ ગાડી 20 ફૂટ દૂર જઈને ઊભી રહી હતી. તેમજ સાયકલ ચાલક 20 ફૂટ દૂર જઈને ફંગોળાઈને પટકાયો હતો. સાઇકલચાલક 10 ફૂટ જેટલું ઉછળીને 20 ફૂટ દૂર જઈને પડ્યા હતા.
બનાવ બાદ આસપાસના લોકો એકઠા થયા હતા. સાયકલ ચાલકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે. જોકે, ઈજાગ્રસ્ત અને કારચાલક વચ્ચે સમાધાન થતાં આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
અન્ય એક કેસમાં વૃદ્ધનું મોત
અમદાવાદમાં હિટ એન્ડ રનની અન્ય એક ઘટના પણ બની હતી. જેમાં શહેર કોટડા વિસ્તારમાં આવેલી અરવિંદ મિલની સામે ચોગાન પાસે ગરબા ચાલી રહ્યા હતા, ત્યારે 60 વર્ષના એક વૃદ્ધ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ફુલ સ્પીડમાં આવી રહેલ એક કારના ચાલકે તેમને અડફેટે લીદા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, વૃદ્ધ ગાડીના બોનેટ પરથી ફંગોળાયા હતા. વૃદ્ધ ફંગોળાઈને 20 થી 25 મીટર ઘસડાયા હતા. આ ઘટનામાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ગાડીની સ્પીડ વધારે હોવાથી કાર કંટ્રોલ બહાર જતા વૃદ્ધને ઉડાડી દેતા તેમનું કરૃણ મૃત્યુ નીપજ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા કાર ચાલકની ધડપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાડી ચાલકનો ત્યાં ગરબામાં બેઠેલા લોકો દ્વારા પીછો કરી નરોડાથી પકડી લાવવામાં આવ્યો હતો. તેને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. કાર ચાલક યુવાનની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.