ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ટ્રાફિક પોલીસે અમદાવાદના વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે અને જો તમે હવે વાહન ચાલકો વારંવાર ટ્રાફિક નિયમો તોડશો તો લાઇસન્સ રદ થઈ શકે છે. શહેરમાં વધી રહેલા ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યા પોલીસ માટે જાણે કે એક પડકાર બની ગઇ છે. જો કે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર અને બેફામ ડ્રાઇવીંગ કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મુકનાર વાહનચાલકો સામે પોલીસ એ હવે લાલ આંખ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારે સ્કૂલોના પટાવાળાઓનું ખોલી નાંખ્યું કિસ્મત! હવે પરીક્ષા વગર જ પ્રમોશન..


7700 જેટલા લાઇસન્સ રદ કરવા માટે રિપોર્ટ કર્યો
વાહન ચાલક અકસ્માત સર્જી છે. અથવા તો વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હોવાનું જાણવા મળે છે તો પોલીસ દ્વારા તેમના લાયસન્સ રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે રાજ્યની અલગ અલગ આરટીઓમાં 7700 જેટલા વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ કર્યો છે. અકસ્માત સર્જી અને નિર્દોષ વ્યક્તિઓના જીવ લેનાર વાહન ચાલકનું લાયસન્સ રદ્દ કરવામાં આવે છે, પરંતુ હવે જે લોકો હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવે છે અને તેને ત્રણ મેમો ઇશ્યુ કરવામાં આવ્યા, વારંવાર રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાય તો તેવા વાહન ચાલકોના લાઇસન્સ પણ રદ્દ કરવામાં રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવી રહ્યા છે. 


આ તારીખે ગુજરાતના આકાશમાં આવશે વાદળો! અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ! ખતરનાક છે આગાહી


વાહનચાલકોને પાઠ ભણાવવાનું ટ્રાફિક પોલીસે શરૂ કર્યું!
જો કે પુરપાટ ઝડપે વાહન હંકારીને લોકોના જીવને જોખમમાં મુકનાર વાહનચાલકોને પણ પાઠ ભણાવવાનું ટ્રાફિક પોલીસે શરૂ કર્યું છે. ચાલુ વર્ષે પોલીસ દ્વારા સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો ને વધુમાં વધુ મેમો આપવામાં આવી રહ્યું છે. ગત વર્ષે સ્પીડમાં વાહન ચલાવવા બદલ પોલીસ એ 46 હજાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. જોકે ચાલુ વર્ષે તે આંકડો બમણો થઈ ગયો છે. એટલે કે ચાલુ વર્ષે પોલીસે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 1 લાખ જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. આવા વાહન ચાલકોને પકડવા માટે ટ્રાફિક વિભાગ પાસે 34 જેટલી સ્પીડ ગન છે. જેમાંથી 5 સ્પીડ ગન ટ્રાફિકના ઇન્ટરસેપ્ટ વાહનમાં ઈનબીલ્ટ છે. જો કે પોલીસ ના આ પ્રયત્નથી ક્યાંકને ક્યાંક અકસ્માતોની સંખ્યામાં ચોક્કસથી ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. 


ગુજરાતના જાણીતા ગાયક કલાકાર પર લાકડી અને તલવારથી હુમલો, સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ


અમદાવાદમાં ગત વર્ષે 484 લોકોના મૃત્યુના બનાવ, 665 લોકોને ગંભીર ઈજા
અમદાવાદમાં રોડ અકસ્માત માં ગત વર્ષે 465 અકસ્માત થયા હતા જેમાં 484 લોકોના મૃત્યુ ના બનાવો હતા. જ્યારે ચાલુ વર્ષે અકસ્માત ના બનાવ ની સંખ્યા જોતા તે 348 અકસ્માત બન્યા હતા જેમાં 363 લોકો ના મોત નિપજ્યા છે જેમાં 117 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યા જોઈએ તો ગત વર્ષે 598 જેટલા બનાવો હતા જેમાં 665 લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી . જ્યારે ચાલુ વર્ષે 642 અકસ્માત બન્યા હતા અને 721 લોકો ને ગંભીર ઈજાઓ થવા પામી હતી.


ઠંડીથી બચવા નાગા સાધુ કરે છે આ ત્રણ પ્રકારના કામ, ઘણી રહસ્યમય છે નાગા સાધુઓની દુનિયા


અમદાવાદમાં AI સિસ્ટમથી પણ મેમો આપવાની શરૂઆત
હિટ એન્ડ રન ના આંકડા પર નજર કરી એ તો 2023માં 140 હિટ એન્ડ રનના અકસ્માત થયા હતા, જેમાં 66 લોકોના મોત થયા છે અને વર્ષ 2024માં નવેમ્બર માસ સુધીમાં 121 હિટ એન્ડ રન ના અકસ્માત થયા છે, જેમાં 53 લોકોના મોત થયા છે. તાજેતરમાં ટ્રાફિક વિભાગ દ્વારા એઆઇ સિસ્ટમથી પણ મેમો આપવાની શરૂઆત કરી છે. એટલે કે ટ્રાફિક નિયમનમાં સતત સુધારો આવે તે માટે ટ્રાફિક વિભાગ દિવસેને દિવસે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરે છે અને ટ્રાફિક ની સમસ્યા ઘટાડવા અને અકસ્માત ઘટાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. હવે વાહન ચાલકોને પણ પોતાની જવાબદારી સમજી યોગ્ય રીતે વાહન ચલાવવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સૂચન કરી રહી છે.