ગુજરાતી ન્યૂઝGujaratવસ્ત્રાપુર તળાવ નહીં, અમદાવાદની નવી ઓળખ બનશે આ સ્થળ, 2036ના ઓલિમ્પિકમાં હશે આકર્ષણનું કેન્દ્ર

વસ્ત્રાપુર તળાવ નહીં, અમદાવાદની નવી ઓળખ બનશે આ સ્થળ, 2036ના ઓલિમ્પિકમાં હશે આકર્ષણનું કેન્દ્ર

જાસપુર તળાવની કાયાપલટ કરાશે. વસ્ત્રાપુર કરતાં ત્રણ ગણું વિશાળ, 1.76 લાખ ચો.મીનું જાસપુર તળાવ હવે અમદાવાદની નવી ઓળખ બનશે. 2036માં યોજાનાર ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. 

વસ્ત્રાપુર તળાવ નહીં, અમદાવાદની નવી ઓળખ બનશે આ સ્થળ, 2036ના ઓલિમ્પિકમાં હશે આકર્ષણનું કેન્દ્ર

Olympics 2036: વિશ્વની સૌથી મોટી અને જાજરમાન સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓલમ્પિકનું આયોજન દર ચાર વર્ષે અલગ દેશમાં કરવામાં આવે છે, ગત વર્ષે ઓલમ્પિકનું આયોજન ફ્રાંસના પેરીસ શહેરમાં થયું હતું. હવે આગામી 2028 ઓલિમ્પિક ગેમ્સ યુએસના લોસ એન્જલસમાં યોજાશે, જ્યારે 2032ની ઓલમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલીયા બ્રિસ્બેનમાં યોજાશે. પરંતુ 2036 ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના માટે અમદાવાદની શહેરની કાયાપલટ કરવાની તૈયારીઓ પૂરજોરથી ચાલી રહી છે. અનેક મોટા સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને જે છે તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે 2036માં યોજાનાર ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોમાં અમદાવાદ આકર્ષણનું કેન્દ્ર બની રહે તો નવાઈ નહીં. 

જાસપુર તળાવને વસ્ત્રાપુર કરતાં ત્રણ ગણું વિશાળ બનાવીને એક નવી ઓળખ ઉભી કરાશે
અત્યાર સુધી વસ્ત્રાપુર તળાવ અમદાવાદની ઓળખ સમાન હતું, પરંતુ જાસપુર તળાવને વસ્ત્રાપુર કરતાં ત્રણ ગણું વિશાળ બનાવીને એક નવી ઓળખ ઉભી કરાશે, આ સાથે જ જાસપુર તળાવની કાયાપલટ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઔડા દ્વારા તળાવની ઓળખ વર્ષો સુધી રહે તેવું નજરાણું ઉભું કરવા પ્લાનીંગ ચાલી રહ્યું છે. જાસપુર તળાવનો માત્ર વોટર એરિયા ૬૨ હજાર ચો.મી. છે, જેમાં બોટીંગ સહિતની સુવિધા ઉભી કરવા પ્રયાસ કરાશે. 

Add Zee News as a Preferred Source

વૈશ્વિક કક્ષાના નજરણા ઉભા કરવા સરકારની લીલીઝંડીની રાહ
મહત્વનું છે કે શહેરી વિકાસ સતા મંડળ (ઔડા) દ્વારા વસ્ત્રાપુર કરતાં ત્રણ ગણા વધુ 1.79 લાખ ચો.મી.માં ફેલાયેલા વૈષ્ણોદેવી પાસે આવેલા જાસપુર ગામના જાસપૂર તળાવ અમદાવાદની ઓળખ બને તેવું આયોજન ચાલી રહ્યું છે. નિષ્ણાંતોએ જાસપુર તળાવની અલગ ઓળખ ઉભી કરવા માટે 50 કરોડના ખર્ચનો અંદાજ મુક્યો છે. ઓડાએ ખાનગી યુનિવર્સિટીને કન્સલ્ટીંગનું કામ સોંપ્યુ છે. પ્રોજેક્ટ ખૂબ મોટો છે, જેથી ઔડા આગામી પાંચ વર્ષમાં તળાવનો વિકાસ થાય તેવો પ્રયાસ કરી રહ્યું છે. તળાવ અને ગાર્ડનમાં વૈશ્વિક કક્ષાના નજરણા ઉભા કરવા સરકારની લીલીઝંડીની રાહ જોવાઇ રહી છે. 

જાસપુર તળાવમાં શું હશે ખાસ સુવિધા?
આ તળાવ એક ડ્રીમ પ્રોજેક્ટ બની રહેશે. જેમાં બોટીંગ સહિત વોટર ટ્રીટમેન્ટ ફેસીલીટી રહેશે. જેમાં સુવિધાની વાત કરીએ તો ચીલ્ડ્રન પ્લે એરિયા, સાયકલ ટ્રેક, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, વિશાળ પાર્કિંગ એરિયા ગેમઝોન, નર્સરી એન્ડ પ્લાન્ટેસ, બર્ડ વોચિંગ એરિયા, રિડીંગ એરિયા, નેચરલ ગાર્ડનીંગ એરિયા. આકર્ષક ફૂલો અને ટોચઝ જોગીંગ ટ્રેક સહિત વિવિધ એમીનીટીઝ પણ ઉભી કરવાનું આયોજન છે. આ સિવાય જાસપુર તળાવમાં ૧. મુખ્ય પ્રવેશદ્વાર, ૨. સાંસ્કૃતિક રંગમંચ, ૩. કલાત્મક ફૂવારાઓ, ૪. સાઇકલિંગ ટ્રેક, ૫. કૂડ કોર્ટ અને સ્ટોલ, ૬. મંડપ, ૭, વિવધ રાઇડ્સ, ૮. પ્રાથમિક સુવિધા, ૯. એમિનિટીઝ , ૧૦ મિચાવાકી પદ્ધતિ, ૧૧. જોગિંગ ટેક અને ૧૨ આકર્ષક ગાર્ડનનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news