મિસ્ત્રીકામ કરવા આવેલા શખ્સે બનાવ્યો હતો પટેલ દંપતીની હત્યાનો માસ્ટરપ્લાન

Updated By: Mar 9, 2021, 07:29 PM IST
મિસ્ત્રીકામ કરવા આવેલા શખ્સે બનાવ્યો હતો પટેલ દંપતીની હત્યાનો માસ્ટરપ્લાન
  • દંપતીના ઘરમાં ફર્નિચરનું કામ કરવા આવેલ વ્યક્તિ માસ્ટર માઈન્ડ ટીપર હતો. લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર બન્યું હતું
  • રવિવારે રાત્રે એક આરોપી પકડાઈ ગયો હતો. જે બાદ માહિતીના આધારે બાકીના આરોપીને પકડી લેવામાં આવ્યા

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના થલતેજ વિસ્તારમાં પટેલ દંપતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. સોલા હેબતપુર વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ગ્વાલિયરના ગિઝોરામાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. થલતેજ પોશ વિસ્તારમાં આવેલ શાંતિ પેલેસ બંગલામાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા અને લૂંટ કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓળખ કરવામાં આવી છે. તમામ પાંચ આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે, બંગલામાં મિસ્ત્રીકામ કરતા શખ્સે આખી હત્યાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. 

સુથારીકામ કરતી વ્યક્તિની ઊલટતપાસમાં આ સમગ્ર હત્યાનું કાવતરું સામે આવ્યું છે. આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી એકલાં હતાં. એની જાણ તેને હતી અને તેની સાથે ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને હતી, જે માટે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ડીપી ચુડાસમાએ જણાવ્યું કે, મુખ્ય માસ્ટરમાઈન્ડ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ગિઝોરાનો રહેવાસી છે. તે અમદાવાદમાં રહીને મિસ્ત્રીકામ કરતો હતો. આરોપીએ સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેણે મદદ માટે ગિઝોરાથી પોતાના સાથીઓને પણ બોલાવીને સામેલ કર્યા હતા. 

આ પણ વાંચો : બંધ કવરમાંથી ખૂલશે 6 મેયરના નામ, ભાજપ આશ્ચર્યનો આંચકો આપશે કે ધારેલા નામ પર કળશ ઢોળશે?

પોલીસે વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં તપાસ તેજ કરી છે. 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ફંફોળ્યા હતા, તો સાથે જ 70 થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. ત્યારે માહિતીના આધારે પોલીસે ગ્વાલિયર પહોંચી હતી. જ્યાં રવિવારના રોજ રાત્રે એક આરોપીને પકડી પાડ્યો હતો. ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓ પૈકી એક આરોપીને અમદાવાદ જનતાનગર પકડવામાં આવ્યો છે. 2 આરોપીઓ UP ના ભીંડ જીલ્લાના મહેગાંવ વિસ્તારમાંથી પકડાયા છે. એક આરોપી આમોખ વિસ્તારમાંથી પકડાયો છે. તો એક આરોપીને ડબરા વિસ્તારમાંથી રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી છે. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પાંચેય આરોપીઓને લઈને અમદાવાદ આવી પહોંચશે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો : વડોદરાના નબીરાઓની મહેફિલ માટે આફ્રિકાથી આવ્યો હતો ‘ખાસ દારૂ’

અમદાવાદના પટેલ દંપતીની ઘાતકી હત્યા કરનારા 5 આરોપી આખરે પકડાયા

ફર્નિચરનું કામ કરનારા વ્યક્તિએ આપી હતી ટીપ
પોલીસ તપાસમાં ખૂલ્યું કે, દંપતીના ઘરમાં ફર્નિચરનું કામ કરવા આવેલ વ્યક્તિ માસ્ટર માઈન્ડ ટીપર હતો. લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર બન્યું હતું. રવિવારે રાત્રે એક આરોપી પકડાઈ ગયો હતો. જે બાદ માહિતીના આધારે બાકીના આરોપીને પકડી લેવામાં આવ્યા છે. જેને અમદાવાદ ખાતે લવાયા છે. 

અમદાવાદ પોલીસે 200 સીસીટીવી ફૂટેજ ફેંદ્યા, આખરે દેખાયા પટેલ દંપતીના 4 હત્યારા

પોલીસે 200 સીસીટીવી તપાસ્યા 
અમદાવાદના વૃદ્ધ પટેલ દંપતીના હત્યાને અંજામ આપનાર હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના સ્થળેથી બાઈક દૂર પાર્ક કરી ઘરમાં જતા શખ્સો CCTVમાં કેદ થયા છે. લૂંટને અંજામ આપતા પહેલા આરોપી અંદર-અંદર ચર્ચા કરતા પણ નજરે પડ્યા હતા. પ્લાનિંગ કર્યા બાદ લૂંટારુઓ ઘરમાં ધૂસ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારના તમામ CCTVની તપાસ કરી હતી. લગભગ 200 જેટલા સીસીટીવી તપાસ્યા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી.આ લૂંટારુઓ હિસ્ટ્રીશીટર હોવાના પોલીસને આશંકા છે.