અમદાવાદમાં પાળતુ શ્વાને ચાર મહિનાની બાળકીને ફાડી ખાધી, શ્વાસ થંભાવી દે તેવા CCTV આવ્યા

Dog Attack : અમદાવાદમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકીનો લીધો જીવ...યુવતીના હાથમાંથી છૂટીને બાળકી પર  હુમલો કર્યો.... હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં આ ઘટના બની..
 

અમદાવાદમાં પાળતુ શ્વાને ચાર મહિનાની બાળકીને ફાડી ખાધી, શ્વાસ થંભાવી દે તેવા CCTV આવ્યા

Ahmedabad News : અમદાવાદમાં ચોંકાવનારી ઘટના બની છે. એક પાળતુ શ્વાને માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને માલિકના હાથમાંથી છૂટીને બાળકી પર હુમલો કર્યો હતો અને 4 મહિનાની બાળકીને ફાડી ખાધી હતી. શ્વાનના હુમલામાં બાળકીનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. 

અમદાવાદના હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં આ ઘટના બની હતી. કોમ્પ્લેક્સમાં એક પાલતુ શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધું હતું. શ્વાનના હુમલાના ઘટનાનાં CCTV પણ સામે આવ્યા છે. ચાર મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બન્યું એમ હતું કે, પાળતુ શ્વાનને લઈ બહાર નીકળેલ યુવતી ફોન પર વાત કરી રહી હતી ત્યારે પેટ ડૉગ હાથમાંથી છૂટી ગયું હતું. હાથમાંથી છૂટીને નીકળેલા શ્વાને સામે રમી રહેલ બાળક પર હુમલો કર્યો હતો. 
 

  • મૃતક બાળકીનું નામ - ઋષીકા
  • ઉંમર - ચાર મહિના ૧૭ દિવસ

સ્થાનિકોએ જણાવ્યું કે, અગાઉ પણ આ કુતરાએ હુમલો કર્યો હતો. હાલ શ્વાનને એએમસીના ડોગ વેલ્ફેર સેન્ટર ખાતે રખાશે. સાથે જ રોટવેલરનુ એએમસીમાં રજિસ્ટ્રેશન કરાવેલું નથી તેવુ સામે આવ્યું છે. તેથી એએમસી રોટવીલરને જપ્ત કરશે. 

પેટનું રજિસ્ટ્રેશન ન કરાવનારા સામે કાર્યવાહી થશે 
અમદાવાદની આ ઘટના વિશે CNCD સુપ્રિટેન્ડટ દિવ્યેશ સોલંકીએ જણાવ્યું કે, હાથીજણનાં રાધે રેસીડેન્સીની ઘટના છે. પેટ ડોગ માટે રજિસ્ટ્રેશન જરૂરી કર્યું છે. પાલતુ શ્વાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં તે ચકાસણી થશે. હાલ ડોગ માલિકે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. ડોગ માલિક હવે પાલતુ શ્વાન નહીં રાખી શકે. ડોગ જપ્ત કરવામાં આવશે. પેટ ડોગના માલિકોએ મુજબના નિયમો નહીં પાલન કર્યા હોય તો પણ કાર્યવાહી કરવામાં આવશે. અમે વારંવાર જાહેર નોટિસ કરી રજિસ્ટ્રેશન માટે કહ્યું હતું છતાં પેટ માલિકો ભંગ કરી રહ્યા છે. જે ડોગ માલિકો રજિસ્ટ્રેશન નહી કરાવે તેમને નિયમ મુજબ કાર્યવાહી થશે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news