Ahmedabad Plane Crash: આણંદ જિલ્લાના 20 નાગરિકો ફ્લાઇટમાં હતા સવાર, બધાના નામ આવ્યા સામે
Air India Plane Crash News: અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર મુસાફરો વિશે મોટી માહિતી સામે આવી છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટમાં આણંદ જિલ્લાના 20થી વધુ મુસાફરો સવાર થયા હતા.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદના ઈતિહાસમાં આજે સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે. બપોરે 1.40 કલાકે એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યાની સાથે ક્રેશ થઈ ગયું છે. આ વિમાનમાં કુલ 242 લોકો (ક્રૂ મેમ્બર્સ સહિત) સવાર હતા. જેમાં 169 ભારતીયો અને 60થી વધુ વિદેશી નાગરિકો સામેલ છે. આ દુર્ઘટનામાં 170થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
આણંદના 20થી વધુ લોકો હતા સવાર
અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ કર્યા બાદ મેઘાણી નગરમાં ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં આણંદ જિલ્લાના 20 જેટલા લોકો સવાર થયા હતા, જેના નામ સામે આવ્યા છે.
બોરસદના મંજુલાબેન જગદીશભાઈ
ફાંગણીના નિખીલકુમાર રાજેશકુમાર પટેલ
ચીખોદરાના દુષ્યંત અશોકભાઈ પટેલ
ચીખોદરાનાં નીતાબેન અશોકભાઈ પટેલ
ભરોડાના શશીકાંત રાવજીભાઈ પટેલ
ભરોડાના કોકીલાબેન શશીકાંત પટેલ
કરમસદના ભાવનાબેન બિપીનભાઈ રાણા
સોજિત્રાના નિલકંઠભાઈ ચંદુભાઈ પટેલ
રામનગરના મહેન્દ્રકુમાર મનુભાઈ વાઘેલા
ખંભોળજના આકાશ નીલેશભાઈ પુરોહિત
ઉમરેઠના સલમાબેન રજ્જાકભાઈ વહોરા
કસુંબાડના રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ
ગાના ગામના મોનાલીબેન પટેલ
ગાના ગામના સન્નીભાઈ પટેલ
તારાપુરના પાર્થ કમલેશભાઈ શર્મા
આણંદના હાલાણી બદરૂદ્દીન હસનઅલી
આણંદના હાલાણી મલેકબેન રજબઅલી
આણંદના હાલાણી યાસ્મીન બદરૂદ્દીન
જલસણના હર્શીકાબેન જયંતીભાઈ પટેલ
જલસણના જયંતિ પટેલ વિમાનમાં હતા સવાર
એર ઈન્ડિયાએ કરી પુષ્ટિ
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે.
અમદાવાદમાં ક્રેશ થયેલા સળગતા વિમાનનો LIVE વીડિયો, જુઓ કાળજું કંપાવે એવો ભયાનક મંજર#ahmedabad #ahmedabadplanecrash #planecrash #airindia #airindiaplanecrash #airindia320 #meghaninagar #live #Livevideo #ZEE24KALAK pic.twitter.com/98GmFBo6VZ
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2025
સત્તાવાર મૃત્યુઆંક હવે થશે જાહેર
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સત્તાવાર યાદી હવે જાહેર કરવામાં આવશે. વિમાનમાં સવાર મૃતકોના મૃતદેહોની ખાતરી કરવા માટે તેના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે. ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે છે. વિમાન ક્રેશ થયા બાદ લાગેલી આગને કારણે મૃતદેહોની ઓળખ પણ મુશ્કેલ બની છે. તેવામાં મૃતદેહની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લીધા બાદ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે