જેમને વિમાનમાં બેસતા પહેલા ગુડબાય કહ્યું હતું, તેમની ઓળખવિધિ માટે DNA સેમ્પલ આપવા પહોંચ્યા સ્વજનો

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશના મૃતદેહોના બીજે મેડિકલ કોલેજમાં DNA ટેસ્ટ શરુ કરાયા... બીજે મેડિકલ કોલેજના કસોટી ભવનમાં ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યા... પરિજનો પહોંચ્યા DNA ટેસ્ટ કરાવવા

જેમને વિમાનમાં બેસતા પહેલા ગુડબાય કહ્યું હતું, તેમની ઓળખવિધિ માટે DNA સેમ્પલ આપવા પહોંચ્યા સ્વજનો

Ahmedabad News : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓની ઓળખ થઈ શકે તે માટે બીજે મેડીકલ કૉલેજના કસોટી ભવનમાં પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ડીએનએ ટેસ્ટ થકી મૃત્યુ પામેલાની ઓળખ થઈ શકશે. મૃતકોના  નજીકના સગા માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ થી ઓળખ કરાશે
 
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા - પિતા, ભાઈ , બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરુઆત કરાઇ છે.

કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના  પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા બાદ ડીએનએ ટેસ્ટ માટે તેને ફોરેન્સિક લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ આપવામાં આવશે. 

બીજી બાજુ વિમાન દુઘર્ટનામાં મૃત્યુ પામેલા લોકોનો પણ ડી.એન.એ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ડીએનએનો  ફોરેન્સિક ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ બંને ડીએનએ ટેસ્ટના મેચ બાદ દર્દીની ઓળખ થકી તેના પરિવારને ડેડબોડી આપવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, જે પ્રવાસી / હતભાગીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ DNA મેચ થયા પછી પરિવારને – સગાને સોંપવામાં આવશે. બીજે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર PSM વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે DNA સેમ્પલ લીધા બાદ રિપોર્ટ આવતા ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે.

મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવી શકશે.

અમદાવાદમા પ્લેન ક્રેશ ની ઘટનાને પગલે ૩૨ અધિકારીઓ ની સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર નિમણૂક કરવામાં આવી છે. વર્ગ-1 ના જુનિયર કક્ષાના ૧૬ અધિકારીઓ અને  વર્ગ ૨ ના ૧૬ મામલતદારની નિમણૂંકના આદેશ કરાયા છે. મહેસુલ વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. નવા આદેશ ન થાય ત્યાં સુધી આ નિમણૂંક ચાલુ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news