ભયાનક નજારો, પ્લેન ક્રેશમાં બળેલા મૃતદેહો ઓળખવા પણ મુશ્કેલ, ભડથું થયેલી લાશ ટુકડામાં પહોંચી

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશમાં 170 લોકોના મોતના લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે, અનેક ઘાયલો હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
 

ભયાનક નજારો, પ્લેન ક્રેશમાં બળેલા મૃતદેહો ઓળખવા પણ મુશ્કેલ, ભડથું થયેલી લાશ ટુકડામાં પહોંચી

Ahmedabad News : અમદાવાદમાં 242 પેસેન્જર સાથેના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં અત્યાર સુધી 170 થી વધુ લોકોના મોતની ખબર આવી છે. સૌથી મોટી ખબર એ છે કે આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત નિપજ્યું છે. આ દુર્ઘટના એટલી દુખદ છે કે, પ્લેન ક્રેશ પાસે ભયાવહ નજારો સર્જાયો છે. કારણ કે, આગથી બળેલો નજારો છે. ચારેતરફ ભયાવહ નજારો છે. આવા દ્રશ્યો અમદાવાદે ક્યારેય નથી જોયા. સિવિલ હોસ્પિટલમાં એટલા મૃતદેહો આવી રહ્યાં છે કે કફનો ખૂંટી પડ્યા છે, મુખ્યમંત્રી પણ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે. 

અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાના શોકિંગ PHOTOS & VIDEO સામે આવી રહ્યા છે. જે લોકો અંદર ફસાયા હતા, તેમના મૃતદેહો વિમાનના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. લગભગ તમામ મૃતદેહો બળીને કોલસો થઇ ગયા છે, મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે, તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. 

અમદાવાદ પ્લેન ક્રેશમાં ભડથું થયેલા મૃતદેહો ટુકડામાં પહોંચી રહ્યાં છે. હાલ સ્થિતિ એવી છે કે, મલાશ ઢાંકવા માટે કફનોનો થપ્પો લવાયો

વિમાન જ્યાં પડ્યુ તેની આસપાસનો મોટા ભાગનો વિસ્તાર આગમાં બળીને ખાખ થઈ ગયો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં ભયાનક મંજર છે. એક તરફ એક પછી એક મૃતદેહો આવી રહ્યા છે, તો બીજી તરફ, સતત હોસ્પિટલમાં લોકો અને સ્વજનોના ટોળા આવી રહ્યાં છે.  

અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડીંગ પર પ્લેન પડ્યું, ત્યાંથી પણ મૃતદેહો નીકળી રહ્યાં છે. મેસમાં સ્ટુડન્ટ જમવા બેઠા હતા ને પ્લેન પડ્યું, થાળી મૂકીને ભાગ્યા, પૈડાં છતમાં ફસાઈ ગયા. બિલ્ડિંગ પર પડતાં જ આગનો ગોળો બની ગયું, ટેકઓફની ત્રીજી જ મિનિટે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. પ્લેનમાં કુલ 242 પેસેન્જર્સ છે. જેમાં 14 બાળક સહિત 128 પુરુષો અને 114 મહિલા સવાર છે. 

ડો મીનાક્ષી પરીખે માહિતી આપી કે, પ્લેન ક્રેશ થયું એ સૌથી પહેલા મેસમાં થયું. અમને માહિતી મળી કે, તે સમયે 60 થી 80 વિધાર્થીઓ મેસમાં જમતા હતા. મેસમાં આગ લાગી ગઈ હતી. ધુમાડો એટલો હતો કે વિધાર્થીઓ જેટલા નીકળ્યા એટલા નીકળી શક્યા. બાકીના 10 થી 12 છોકરાઓ અંદર હતા જે નીકળી ના શક્યા. અંદાજે 4 વિધાર્થીઓની મોત થઈ હોય તેવું લાગે છે. કોટ્સમાં પ્લેન અથડાયું છે. અમે દરેક ગ્રુપના લીડરને કોન્ટેક્ટ કરી રહ્યાં છે. કોણ મિસિંગ છે તે અંગે તપાસ કરી રહ્યા છે. હાલ 5 જેટલા વિદ્યાર્થીઓ મિસિં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news