Ahmedabad Plane Crash Death: કયા જિલ્લામાં કેટલા લોકોના મોત થયા, જાણો વિસ્તાર પ્રમાણે મૃતકોની યાદી

Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૨૨૩ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 220 પરિવારનો સંપર્ક કરાયો, 202 મૃતદેહ પરિવારજનોને સોંપાયા. સારવાર હેઠળ રહેલી બે (02) વ્યક્તિનું નિધન થતાં કુલ 204 પાર્થિવ દેહ સોંપાયા. 

Ahmedabad Plane Crash Death: કયા જિલ્લામાં કેટલા લોકોના મોત થયા, જાણો વિસ્તાર પ્રમાણે મૃતકોની યાદી

Ahmedabad plane crash: અમદાવાદમાં 12મી જૂને બપોરે એક દુઃખદ ઘટના બની હતી. જેમાં એર ઈન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકો સહિત અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. હાલ આ પ્લેન ક્રેશની ઘટના કેવી રીતે બની તેની એજન્સીઓ તપાસ કરી રહી છે. 

હાલ અમદાવાદ સિવિલમાં મૃતદેહોના DNA મેચની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ, ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે DNA મેચ થયા તેમાં 168 ભારતીય પ્રવાસી, 11 સ્થાનિક લોકો, 07 પોર્ટુગલના નાગરિક, 36 બ્રિટિશ નાગરિક અને 01 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 20 જૂનના રોજ સવારે 11:50 વાગ્યા સુધીમાં 223 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. 220 સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાંથી 202 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા (2)બે વ્યક્તિનું નિધન થતા તેમના મૃતદેહ પણ પરિજનોને સોંપવામાં આવ્યા છે. આમ, કુલ 204 મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોંપવામાં આવ્યા છે. 

વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 223 મૃતકો કે જેમના DNA મેચ થયા છે તેમાં 168 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક, 01 કેનેડિયન તેમજ 11 નોન- પેસેન્જર એટલે કે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે 189 જેટલા પાર્થિવ દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા હતા.

જે 204 મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાંથી 7 ઉદયપુર, વડોદરા 21, ખેડા 11, અમદાવાદ 58, મહેસાણા 6, બોટાદના 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 21, ભરૂચ 7, સુરત 11, પાલનપુર 1, ગાંધીનગર 6, મહારાષ્ટ્ર 2, દીવ 14, જુનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, પટના 1, રાજકોટ 3, મુંબઈ 9, નડિયાદ 1, જામનગર 2, પાટણ 2, દ્વારકા 2, સાબરકાંઠા 1, નાગાલેન્ડ 1, લંડનમાં 2 અને મોડાસામાં 1 મૃતદેહ મોકલવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news