ગુજરાતી ન્યૂઝGujaratવિમાન દુર્ઘટનામાં 4-5 નહીં જુનિયર ડોક્ટરો સહિત કેટલાના મોત થયા? ફાઈનલ આંકડો સામે આવ્યો!

વિમાન દુર્ઘટનામાં 4-5 નહીં જુનિયર ડોક્ટરો સહિત કેટલાના મોત થયા? ફાઈનલ આંકડો સામે આવ્યો!

Ahmedabad plane crash: અમદાવાદમાં વિમાની દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. એક માત્ર મુસાફર વિશ્વાસકુમાર રમેશનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. એર ઈન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન મેસ-હોસ્ટેલના બિલ્ડીંગ પર તૂટી પડતાં જૂનિયર ડોક્ટરો અને અન્ય સ્થાનિકો સહિત કુલ મળીને 11 જણાંએ જીવ ગુમાવ્યા હતાં. આ ઉપરાંત પાંચથી સાત જણાં હજુય લાપતા હોવાની ફરિયાદો મળી છે.

વિમાન દુર્ઘટનામાં 4-5 નહીં જુનિયર ડોક્ટરો સહિત કેટલાના મોત થયા? ફાઈનલ આંકડો સામે આવ્યો!

Ahmedabad plane crash: અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક બહાર આવ્યો છે. આમાં 4 MBBS ડોક્ટર સહિત 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 24 લોકો ઘાયલ થયા હતા અને 11 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. અમદાવાદ જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના બીજે મેડિકલ કોલેજના પ્રમુખ ડૉ. ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે 12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 4 મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા હતા, જેમાં ડોક્ટરોના પરિવારના 5 સભ્યોનો પણ સમાવેશ થાય છે.

Add Zee News as a Preferred Source

આ વિમાન દુર્ઘટનામાં કુલ 24 મેડિકલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી 11 વિદ્યાર્થીઓને સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડૉ. ધવલના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓની હાલત હવે સ્થિર છે. હાલમાં કોઈ ગુમ નથી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક મેસ /બિલ્ડીંગ- હોસ્ટેલ પર વિમાન તૂટી પડયુ હતું. જેના કારણે જુનિયર ડોક્ટરો ઉપરાંત નર્સિંગ સ્ટાફ, સ્થાનિક રહીશો પણ ઘાયલ થયા હતાં. આ વિમાની દુર્ઘટનામાં ઉજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ જ નહીં, ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અર્થે લઇ જવાયા હતાં તે પૈકી વધુ ત્રણના મૃત્યુ થયાં છે. હોસ્ટેલ-બિલ્ડીંગના કાટમાળમાં દબાઈ જવાથી અત્યાર સુધી જુનિયર ડોક્ટરો સહિત અન્ય 11 લોકોના મોત નિપજ્યા છે.

તંત્રના મતે 12મી જૂને વિમાની દુર્ઘટના થઈ ત્યાર બાદ પાંચથી સાત જણાં લોકો લાપતા છે તેવી ફરિયાદો મળી છે. તે આધારે સ્વજનોને ડીએનએ સેમ્પલ આપવા જણાવાયુ છે. ડીએનએ મેચિગ પછી મૃતક કોણ છે તેનો ખ્યાલ આવશે. અત્યારે તો કાટમાળમાં દબાયેલાં મૃતદેહોને સલામત રીતે સાચવી રખાયા છે. રિપોર્ટ પછી પરિવારજનોને સોપવામાં આવશે. અનુમાન કરવામાં આવી રહ્યુ છેકે, લાપતા લોકો સિવિલની આસપાસ રહેતાં રહીશો પણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છેકે, વિમાન દુર્ઘટનામાં 97 જેટલા તબીબી વિદ્યાથી અને જુનિયર તબીબોને અંદાજીત કુલ રૂ. 2.69 કરોડનું નુકશાન થયાનો અંદાજ છે જેની પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. અત્યાર સુધીમાં 215 મૃતકોના ડીએનએ મેચ થયા છે જે પૈકી 198 મૃતદેહ પરિવારજનોને સુપરત કરી દેવાયા છે.

બીજે મેડિકલ કોલેજમાં કુલ 11 મોત 
આ વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના મેસ સહિત 4 બિલ્ડિંગો ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગોમાં હાજર કેટલાક ડોકટરો, કર્મચારીઓ અને સ્ટાફના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. અમદાવાદ જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના બીજે મેડિકલ કોલેજના પ્રમુખ ડૉ. ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે 12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 4 મેડિકલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત કુલ 11 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત, 24 વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સારવાર હેઠળ રહેલા વિદ્યાર્થીઓની હાલત હવે સ્થિર છે. આ અકસ્માત બાદ બીજે મેડિકલ કોલેજમાંથી કોઈ ગુમ થયું નથી.

ડીએનએ નમૂના લેવાની પ્રક્રિયા
ડીએનએ નમૂના લેવાની પ્રક્રિયા વિશે વાત કરતા ડૉ. ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે બીજે મેડિકલના કસોટી ભવનમાં ડીએનએ નમૂના લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. 241 મુસાફરોના સંબંધીઓના ડીએનએ સેમ્પલિંગ રિપોર્ટ આવ્યા પછી, તેમને આગળ કેવી રીતે આગળ વધવું તે જણાવવામાં આવશે. આ માટે ડોકટરોની એક ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. બધા રિપોર્ટ આવતાની સાથે જ મૃતદેહો સોંપવામાં આવશે. બધા મૃતદેહો અહીં છે. અકસ્માત સ્થળેથી 270 મૃતદેહો મળી આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news