Ahmedabad: લગ્ને લગ્ને કુંવારા એક વ્યક્તિએ 3-3 મહિલાઓની જિંદગી સાથે રમત રમી, શારિરીક સંબંધ બાંધી કરાવ્યો ગર્ભપાત

યુવતીને ધીરે ધીરે તેના કહેવાતા પતિએ રંગ બતાવવાનું શરૂ કરી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

Updated By: Jun 23, 2021, 12:25 PM IST
Ahmedabad: લગ્ને લગ્ને કુંવારા એક વ્યક્તિએ 3-3 મહિલાઓની જિંદગી સાથે રમત રમી, શારિરીક સંબંધ બાંધી કરાવ્યો ગર્ભપાત

મૌલિક ધામેચા, અમદાવાદ: લગ્ને લગ્ને કુંવારા એક વ્યક્તિએ ત્રણ ત્રણ મહિલાઓની જિંદગી સાથે રમત રમી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી યુવક પાસે પોતાનું ઘર છોડીને રહેવા જતા તેનો ભાંડો ફૂટ્યો હતો. યુવતી સાથે શરીર સંબંધ બાંધી ગર્ભપાત પણ કરાવ્યો હતો. બાદમાં યુવતી તેના ઘરે આવી જતા કામ કરતી સ્ત્રી સાથે યુવકે લગ્ન કરી લીધા હતા. ચાંદખેડા પોલીસે (Chandkheda Police) આ ગુનાની ગભીરતા લીધાં વગર મોડો ગુનો દાખલ કરતા જ આરોપી હાલ ફરાર થઈ ગયો છે.

યુવતી ન્યાય માટે પોલીસ સ્ટેશન (Police Station) ધક્કા ખાઇ ભાંગી પડી ત્યારબાદ આખરે ચાંદખેડા પોલીસે (Chandkheda Police) ગુનો નોંધ્યો હતો. ધટનાની વાત કરીએ તો 25 વર્ષીય યુવતી એક મોલમાં કામ કરતી હતી. ત્યાં એક યુવકના પ્રેમ (Love) માં પડી હતી. બાદમાં તે યુવક સાથે ભાગી ગઈ અને તેના ઘરે રહેવા લાગી હતી. પ્રેમીના ઘરે જઈને જોયું તો એક દીકરો હતો. તે કોનો દીકરો છે તે બાબતે પૂછતાં યુવકે તેની પહેલી પત્નીનો હોવાનું જણાવ્યું હતું. યુવતી (Girl) ના પગ તળિયે જમીન ખસી ગઈ. બાદમાં પ્રેમીની પહેલી પત્નીના આ બાળકને તે સાચવવા લાગી હતી.

Love Jihad: ફરમીનબાનુએ કહ્યું પતિ ઉત્કર્ષને છે જીવનું જોખમ, પોલીસ રક્ષણની કરી માંગ

આ દરમિયાનમાં લગ્ન માટે કહેતા પ્રેમી બહાના બતાવવા લાગ્યો હતો. આખરે લગ્નના બહાને મંદિરમાં લઈ જઈ માત્ર ફૂલ હાર કરી લગ્નનો વિશ્વાસ અપાવ્યો હતો. પછી યુવતીને ધીરે ધીરે તેના કહેવાતા પતિએ રંગ બતાવવાનું શરૂ કરી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

25 વર્ષીય યુવતીને બે બે વાર તેના કહેવાતા પતિ (Husband) એ ગર્ભપાત કરાવ્યો હતો. જે ગેરકાયદે હોવા છતાંય તેના કહેવાતા પતિએ આ બદકામ કર્યું હતું. માર ખાવો, યુવકની પહેલી પત્ની હોવી, બે વાર ગર્ભપાત આ બધાથી યુવતી ત્રાસી ગઇ અને આખરે તે તેના પિયરમાં પરત ફરી. તેને પોતાની ભૂલનો પણ અહેસાસ થયો. 

Surat ના મેયરની બહાદુરીનો Video Viral, જર્જરિત ઈમારત પર ચડી ગયા અને....

જોકે માતા પિતા બહેનોએ સાથ આપી આ શખ્સ વિરુધ કાર્યવાહી કરાવવા કહેતા યુવતી પોલીસસ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે પહોંચી. જે પોલીસ મહિલાની મદદ માટે શી ટીમ બનાવી રહી છે તે જ પોલીસે અને ઉચ્ચ અધિકારીઓએ યુવતીને ગણકારી નહિ. યુવતી ન્યાય મેળવવા ઝખતી રહી, પોલીસસ્ટેશન (Policestation) ના ધક્કા ખાતી રહી તેમછતાં પોલીસના પેટનું પાણી પણ ન હલ્યું. જોકે થોડા દિવસો બાદ ચાંદખેડા પોલીસે યુવતીની ફરીયાદ લીધી.

જો કે ત્યાં સુધીમાં આરોપી બીતોરક ઉર્ફે અમિત લક્ષ્મીનારાયણ અમદાવાદમાંથી ફરાર થઈ ગયો હતો. ત્રણ ત્રણ યુવતીઓની જીંદગી બરબાદ કરનાર આરોપી બીતોરક ઉર્ફે અમિત લક્ષ્મીનારાયણ મૂળ કલકત્તા રહેવાસી છે. ભોગબનાર અને આરોપી વચ્ચે ઘરમાં અગાઉ મારામારી થઈ હતી, ત્યારે ભોગ બનાર યુવતી ફરીયાદ કરી હતી. પીડિત યુવતી કહેવું છે કે તેના પિયર આવી તો હવે તેના કહેવાતા પતિ આરોપીએ કામ કરવા આવતી યુવતી સાથે લગ્ન કર્યા હતાં. ત્યારે ત્રણ ત્રણ લગ્ન કરનાર આ હેવાન શખ્સ પોલીસ પકડમાં ક્યારે આવશે તે મહત્વની વાત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube