)
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક નવી જ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. 5જી ટાવરમાંથી BBU યુનિટની ચોરી કરી ઈન્ટરનેશનલ બજારમાં વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
આવો સૌથી પહેલા એ સમજીએ કે 5જી ટાવર માં BBU યુનિટ એટલે શું?
BBU નું પૂરું નામ શું છે તો BBU નું પૂરું નામ Baseband Unit આ યુનિટ ટેલિકોમ ટાવર અથવા મોબાઇલ નેટવર્ક, ઈન્ટરનેટ નેટવર્ક સિસ્ટમમાં BBU એટલે Baseband Unit જે નેટવર્ક સિગ્નલને પ્રોસેસ કરતી સૌથી મહત્વની યુનિટ છે અને BBU યુનિટની 5G ટાવરમાં હૃદય માનવામાં આવે છે.
જ્યાં 5G નેટવર્ક નથી ત્યાં આ યુનિટ વેચાતું
અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ખાસ આવા BBU યુનિટની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દિલ્હીની ગેંગને બીબીયુ યુનિટ વેચાણ માટે આપતી હતી અને દિલ્હી ગેંગ આ BBU યુનિટની સાઉથ ઈસ્ટના દેશોમાં વેચાણ કરતા હતા. એટલે કે થાઇલેન્ડ, વિયેતનામ, કંબોડિયા સહિતના દેશમાં તેનું વેચાણ કરતા હતા જ્યાં 5G નેટવર્ક નથી મળી રહ્યું.
તો હવે પહેલા એ સમજીએ કે કઈ રીતે આ ગેંગ ચોરીના ગુનાને અંજામ આપતા હતા. 5જી ટાવર માંથી BBU યુનિટની ચોરીનો મુખ્ય આરોપી ઉત્તમ શર્મા મૂળ જમ્મુ કાશમીરનો છે અને અમદાવાદમાં રહીને રીક્ષા ચલાવે છે. સાથે જ મોબાઈલ નેટવર્ક ટાવર લગાવવામાં લેબર વર્કર તરીકે પણ કામ કરે છે. જેના કારણે મોબાઈલ નેટવર્ક ટાવરમાં કયો ભાગ કિંમતી અને કામનો છે તેની જાણકારી તેને રહેતી. જેને પગલે મૂળ જમ્મુ કાશ્મીરના ઉત્તમ શર્માએ bbu યુનિટ ચોરવાનું નક્કી કર્યું હતું.
ઉત્તમ શર્મા દિવસે રીક્ષા ચાલવીને રાત્રિના સમયે તેના આરોપી મિત્ર વિશાલ ચાવડા સાથે એક્ટિવા લઈને નીકળી પડતો હતો. સરક્યુલર રૂટમાં ચોરી કરતો હતો. એક રાતમાં 5 મોબાઈલ ટાવરમાંથી ચોરી કરીને સવારે ફરી રીક્ષા ચલાવતો હતો. આ bbu યુનિટ ચોરી કર્યા બાદ દિલ્હીની ગેંગને 15 હજારમાં વેચી દેતો હતો. દિલ્હીની ગેંગ ઈન્ટરનેશનલ ગેંગને વેચાણ કરી દેતો હતો. ત્યારે જે bbu યુનિટની ચોરી કરતા હતા. ભારતમાં તેની કિંમત 3 થી 4 લાખ રૂપિયા છે, પરંતું ઈન્ટરનૅશન બજારમાં તેની મોટી રકમ મળે છે.
ત્યારે પોલીસ તેની તપાસમાં એ પણ સામે આવી છે કે મુખ્ય આરોપી મૂળ જમ્મુ કાશ્મીરના ઉત્તમ શર્મા સામે જમ્મુ કાશ્મીરમાં 3 ગુના યુનિટ ચોરીના નોંધાયેલ છે. એક ગાંધીનગરમાં યુનિટ ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે અને અમદાવાદમાં એક પોક્સોનો ગુનો નોંધાઈ ચુક્યો છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં 10 થી વધુ ટાવરમાં ચોરી કરી ચૂક્યા છે. જેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ મુખ્ય આરોપી ઉત્તમ શર્મા અત્યાર સુધીમાં 20 થી વધુ bbu યુનિટ ચોરી કરીને દિલ્હી ગેંગને વેચી ચૂક્યો છે. ત્યારે આ bbu યુનિટનો ઉપયોગ વિદેશમાં શું થાય છે તેને લઇને વધુ તપાસ હાથ ધરાઈ છે.