ગુજરાતી ન્યૂઝGujaratઘૂસણખોરો ઘર ભેગા થશે : અમદાવાદ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, પો.કમિશનર પહોંચ્યા ચંડોળા તળાવ

ઘૂસણખોરો ઘર ભેગા થશે : અમદાવાદ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, પો.કમિશનર પહોંચ્યા ચંડોળા તળાવ

Gujarat Police Action On Bangladeshi : ઘુસણખોરોને હાંકી કાઢવા માટે અમદાવાદ પોલીસનું એક્શન યથાવત્.... અમદાવાદ પોલીસ કમિશ્નર ખુદ પહોંચ્યા ચંડોળા તળાવ.... બાંગ્લાદેશીઓને પકડવાની ડ્રાઈવમાં કમિશનર રહ્યા હાજર... 

ઘૂસણખોરો ઘર ભેગા થશે : અમદાવાદ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, પો.કમિશનર પહોંચ્યા ચંડોળા તળાવ

Immigrants Detention in Gujarat : ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે. સતત ત્રણ દિવસથી ગુજરાતભરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ, સુરતમાંથી વધુ બાંગ્લાદેશીઓ પડાઈ રહ્યાં છે.  

ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનું હોટસ્પોટ 
ઘૂસણખોરોને પકડવા અમદાવાદ પોલીસ મક્કમ છે. પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ સક્રિય બની છે. અમદાવાદમાં ઘૂસણખોરોને પકડવા પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે. આજે અમદાવાદ પોલીસ કમિશનર પોતે મેદાનમાં ઉતર્યા છે. પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોળા પહોંચીને સરપ્રાઈઝ વિઝીટ કરી. ચંડોળા તળાવ એ બાંગ્લાદેશીઓનું મુખ્ય ડેસ્ટીનેશન માનવામાં આવે છે. આ વિઝીટ પહેલા અમદાવાદ પોલીસ કમિશનર ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડવામાં આવી રહ્યા છે.

Add Zee News as a Preferred Source

આજે 143 બાંગ્લાદેશી પકડાયા
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીઆને માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવાનો આજનો આંકડો 143 સુધી પહોંચ્યો છે. તમામ 143 લોકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. 100 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. બાકીના 43 લોકોની પ્રક્રિયા આજે થશે. પાછલા કેટલાક વર્ષોમાં 500થી વધારે લોકોના પાસપોર્ટ શંકાસ્પદ મળ્યા છે. શંકાસ્પદ પાસપોર્ટની તપાસ ચાલુ

સુરતમાં મેગા ઓપરેશન
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 245 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ 245 માંથી તપાસ 60 સુધી પહોંચી છે. તમામ 60 બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે.  અન્ય બાકીના લોકોનું વેરિફિકેશન ચાલુ છે. છેલ્લા ઘણા સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં આ બાંગ્લાદેશી ગેરકાયદે રહેતા હતા. ભારત-બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદે ઘૂસણખોરી ચાલી રહી છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ કડોદરા, પલસાણા, કામરેજ, કોસંબા વિસ્તારમાં રહેતા હતા. સૌથી વધુ કોસબામાં 30 બાંગ્લાદેશીઓ હોવાનું ખૂલ્યું છે. 60 માંથી 30 મહિલાઓ સામેલ છે. મહિલાઓ છૂટક મજૂરી અને દેહ વિક્રિયના વ્યવસાયમાં સંકળાયેલી હતી. 

પૂછપરછમાં ખૂલ્યું કે, આ બાંગ્લાદેશીઓ સૌ પ્રથમ પશ્ચિમ બંગાળ આવ્યા હતા. બાદમાં કેટલાકે સુરતમાં આવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. મોટાભાગના લોકો બાંગ્લાદેશ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. 

બાંગ્લાદેશીને શોધી કાઢવા સુરત પોલીસ એક્શન મોડમાં છે. ચોક બજાર પોલીસે પડોળ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પડોળ વિસ્તાર ઈન્સ્ટ્રીયલ વિસ્તાર છે. સમગ્ર વિસ્તારમાં દરેક લોકોના પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં પોલીસની ટીમ આ કામગીરીમાં જોડાઈ છે. દરેક ઘરના વ્યક્તિના પુરાવાની તપાસ હાથ ધરાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news