ઉડતા અમદાવાદ: સાણંદ સરખેજ હાઇવે પરથી પોલીસે ઝડપ્યો 20 કિલો ગાંજો

શહેરમાંથી સીઆઇડી ક્રાઇમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરખેજ સાણંદ સર્કલ પાસેથી 20 કિલો કરતા પણ વધારે ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ સહિત એક મહિલાની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિ રીક્ષામાં ગાંજાના પાર્સલ લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેની બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે.   

Updated By: May 17, 2019, 07:12 PM IST
ઉડતા અમદાવાદ: સાણંદ સરખેજ હાઇવે પરથી પોલીસે ઝડપ્યો 20 કિલો ગાંજો

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના સરખેજ સાણંદ સર્કલ પાસેથી સીઆઇડી ક્રાઇમ અને રેલવે સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે 20 કિલોથી વધુ ગાંજો પકડ્યો છે. આ  ગાંજાના જથ્થાને સુરતથી લવાયો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. સાથેજ એક મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ધરપકડ કરવામાં આવેલ આરોપી લક્ષ્મણસંગ સોલંકી રીક્ષામાં ગાંજાના પાર્સલ લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી મહિલાને ગાંજો લેવા આવતા જ ઝડપી લીધી હતી. હાલ પોલીસે ગાંજાના 10 જેટલા પેકેટ,બાઇક , રોકડ અને બે મોબાઈલ સહિત 2.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

ખાખીની આબરૂ લજવાઇ: કોલેજ પાસે બેઠેલા પ્રેમી યુગલ પાસે વર્ધીધારીએ માગ્યા રૂપિયા

પોલીસ ગિરફતમાં આવેલી મહિલા આરોપી જશોદા સથવારા અમદાવાદના જ વટવા વિસ્તારમાંની રહેવાશી છે. મહિલાનો પતિ ન હોવાથી ગાંજો સપ્લાય કરતી હોવાનું સામે આવ્યું છે..જ્યારે પોલીસે તમામ વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.