અમદાવાદ: પોલીસકર્મીનો હ્રદયદ્રાવક VIDEO વાઈરલ, જોઈને આંખો થશે ભીની

કોરોના વાયરસના ફ્રન્ટલાઈન વોરિયર્સ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દિવસ રાત ખડેપગે સેવા કરી રહ્યા છે. ત્યારે વાયરસથી બચવા લોકોને ઘરમાં રહેવાનું કહી પોલીસકર્મીઓ ફરજ પર જતા હોય છે. એવા સમયે પોલીસકર્મીનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં નાનો પૌત્ર પોલીસકર્મી દાદાને નોકરીએ જવાની ના પાડે છે.

Updated By: Apr 25, 2020, 09:45 PM IST
અમદાવાદ: પોલીસકર્મીનો હ્રદયદ્રાવક VIDEO વાઈરલ, જોઈને આંખો થશે ભીની

મૌલિક ધામેચા, અમદાવાદ: કોરોના વાયરસના ફ્રન્ટલાઈન વોરિયર્સ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દિવસ રાત ખડેપગે સેવા કરી રહ્યા છે. ત્યારે વાયરસથી બચવા લોકોને ઘરમાં રહેવાનું કહી પોલીસકર્મીઓ ફરજ પર જતા હોય છે. એવા સમયે પોલીસકર્મીનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં નાનો પૌત્ર પોલીસકર્મી દાદાને નોકરીએ જવાની ના પાડે છે.

જુઓ VIDEO

ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી દાનુભાઇ મેરનો એક વીડિયો સામે આવ્યો છે. દાનુભાઇ જ્યારે ફરજ પર જાય છે ત્યારે તેમનો પૌત્ર તેમને પકડી દાદા ન જશો, દાદા ન જશો કરી અને પગ પકડી લે છે. પૌત્ર તેમને ના જવાની જીદ કરી અને ના જશો ના જશો કહે છે. ના છૂટકે તેની દાદી પૌત્રને લઈ લે છે. 

જુઓ LIVE TV

દાનુભાઇ તેમની ફરજને પ્રાધાન્ય આપી પોતાના પરિવારને મૂકી ફરજ નિભાવી રહ્યાં છે. ત્યારે લોકોની પણ એટલી ફરજ છે કે ઘરે રહી ને આવા કોરોના વોરીયર્સની ફરજ ની કદર કરે. આવશ્યક જરૂરિયાત સિવાય ઘર બહાર ના નીકળે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube