દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો

ગુજરાતમાં અમદાવાદ સહિત અન્ય જગ્યાએથી ભક્તો મોટી સંખ્યામાં પ્રયાગરાજ મહાકુંભમાં જઈ રહ્યાં છે. પરંતુ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટની ટિકિટ મોંઘી થઈ ગઈ છે.
 

દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો

અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ મેળાની શરૂઆત થઈ હતી. મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે દેશ-વિદેશથી ભક્તો પહોંચી રહ્યાં છે. મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાનમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ જઈ રહ્યાં છે અને જવાના છે. પરંતુ ગુજરાતમાંથી પ્રયાગરાજ પહોંચવું મોંઘુ પડી રહ્યું છે.

ફ્લાઇટની ટિકિટના ભાવમાં મોટો વધારો
પ્રયાગરાજ જવા માટે ગુજરાતથી મર્યાદિત સંખ્યામાં ટ્રેન સેવા ચાલી રહી છે. રેલવેએ જરૂર સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરી છે પરંતુ ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ તરફ જતી બધી ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. તેવામાં ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. 

Add Zee News as a Preferred Source

અમદાવાદથી પ્રયાગરાજ સીધી ફ્લાઇટની ટિકિટ સામાન્ય દિવસોમાં 7 હજાર રૂપિયા આસપાસ હોય છે, પરંતુ મહાકુંભને કારણે અમદાવાદથી ફ્લાઇટ ટિકિટના ભાવ 30થી 35 હજાર રૂપિયા થઈ ગયા છે. અમદાવાદથી પ્રયાગરાજનું ભાડું દુબઈ, શ્રીલંકા અને વિયતનામ કરતા પણ મોંઘુ થઈ ગયું છે. 

આ વચ્ચે ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે ગુજરાતથી સપ્તાહમાં માત્ર ત્રણ ટ્રેન જતી હોવાને કારણે લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે. ટ્રાવેલર્સે સરકાર પાસે ગુજરાતથી પ્રયાગરાજ દરરોજ બે ટ્રેન ચલાવવાની માંગ કરી છે. ટ્રાવેલર્સનું કહેવું છે કે ફ્લાઇટના ભાડા લોકોને પોસાય તેમ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news