Rath Yatra 2021: આ વર્ષે કયા રૂપમાં નીકળશે ભગવાન જગન્નાથજી, જાણો કેવી છે તૈયારીઓ

અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rath Yatra 2021) નીકળશે કે નહીં તે અંગે હજી અટકળો ચાલી રહી છે

Rath Yatra 2021: આ વર્ષે કયા રૂપમાં નીકળશે ભગવાન જગન્નાથજી, જાણો કેવી છે તૈયારીઓ

આશ્કા જાની/ અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rath Yatra 2021) નીકળશે કે નહીં તે અંગે હજી અટકળો ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષામાં કેબિનેટ બેઠક મળી હતી. ત્યારબાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja) કહ્યું હતું કે, રથયાત્રા (Rath Yatra) અંગે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

જો કે, રથયાત્રાને (Rath Yatra) લઇને ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના વાઘા માટે કાપડ ગોકુળ (Gokul), મથુરાથી (Mathura) મંગાવવામાં આવ્યું છે. વાઘા પર જરડોશી, પેચ અને કુંદન વર્ક કરવામાં આવશે.

ભગવાનની પાઘડીમાં પણ વિવિધતા જોવા મળશે. મુઘટ પાઘ, રજવાડી પાઘ, મોરપીંજ પાઘ સાથે પ્રથમ વખત ભગવાન ગુજરાતી બાંધેજ પાઘડીમાં પણ જોવા મળી શકે છે. જેના માટે બાંધણી ખરીદી લેવામાં આવી છે. ભગવાનના વાઘા વિવિધ રંગના જોવા મળશે. જેમાં ભગવાનને પ્રિય તેવા લાલ, લીલા, વાદળી, પીળા અને આસમાની જેવા રંગો હશે.

આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન રજવાડી વેશ ધારણ કરશે. ભગવાન માટે 6 જોડી વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં વિવિધ વર્ક જોવા મળી શકે છે. ભગવાન આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે. ભગવાન અમાસના દિવસે લીલા રંગના વાઘા ધારણ કરશે.

અખાત્રીજના દિવસે મુહૂર્ત કર્યા બાદ ભગવાનના વાઘા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ વર્ષે સુનિલભાઈની સાથે અન્ય 7 લોકો મળી ભગવાનના વાઘા તૈયાર કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news